તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી ઝાપટું:હળવદમાં વરસાદી ઝાપટાએ ખેડૂતોને થપાટ લગાવી, માર્કેટયાર્ડમાં પડેલો ખેડૂતોનો માલ પાણીમાં તરવા લાગ્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટયાર્ડમાં મગફળીનો તોલ થાય તે પૂર્વે જ અચાનક વાદળું વરસતા મગફળી, ઘઉ અને ધાણા તણાયા

ગઇકાલ સાંજથી રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ સાથે ઠેર ઠેર મેઘરાજા વરસી રહ્યાં છે. ત્યારે હળવદમાં આજે બપોરે અચાનક વાદળુ વરસતા માર્કેટયાર્ડમાં જણસી વેચવા આવેલા અનેક ખેડૂતોને આર્થિક થપાટ લાગી છે. પંદરથી વીસ મિનિટ સુધી જોરદાર ઝાપટુ વરસતા ખેડૂતોનો માલ રીતસર પાણીમાં તરવા લાગ્યો હતો.

આજે બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં ભારે ઉકળાટ વચ્ચે હળવદમાં જોરદાર વરસાદી ઝાપટું વરસતા ચોતરફ પાણી-પાણી થઈ ગયું હતું અને માર્કેટયાર્ડમાં જણસ વેચવા આવેલા ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.

હળવદ માર્કેટયાર્ડમાં પતરાના શેડ પણ આવેલા છે, પરંતુ ખેડૂતોની મગફળી, ધાણા અને ઘઉની ખુલ્લામાં હરરાજી થયા બાદ તોલ કરવાનો બાકી હતો તેવા સમયે જ વરસાદ ત્રાટકતા ખુલ્લામાં પડેલી મગફળી, ઘઉ અને ધાણા રીતસર પાણીમાં તરવા લાગ્યા હતા અને આ નુકશાન ખેડૂતોના શિરે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...