ભીષણ આગ:ચોટીલા ડુંગરની તળેટીમાં રમકડાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે નુકસાન

ચોટીલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા ડુંગરની તળેટીમાં રમકડાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે નુકસાન - Divya Bhaskar
ચોટીલા ડુંગરની તળેટીમાં રમકડાની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે નુકસાન
  • ફાયરની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

સુરેન્દ્રનગરના ચોટીલા ચામુંડા માતાજી ડુંગર તળેટીમાં આવેલી એક દુકાનમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેથી મોટુ નુકસાન થયું છે. ચોટીલા તળેટીમાં આવેલી રમકડાની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા ચોટીલા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી તુરંત ફાયર પાઇલોટ હરેશ ઉપાધ્યાય, હિતેન્દ્રસિંહ પરમાર અને નરેન્દ્ર દાણીધારીયા ઘટના સ્થળે પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

ચોટીલા તળેટીમાં મોડી રાત્રે લાગેલી આગની ગંભીરતા સમજી ચોટીલા પી.આઈ. અને પોલીસ કર્મી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ આગ શોટ સર્કિટના કારણે લાગી હોય જે માટે લાઈટ બંધ કરવા માટે ત્યાં હાજર પી.આઈ.એ પી.જી.વી.સી.એલ. ઓફીસનો એક કલાક સુધી ટેલિફોનિક સંપર્ક કરતા કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. ચોટીલામાં રમકડાની દુકાનમાં આગ લાગતા મોટુ નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...