તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પાટડીના ખારાઘોડા રોડ પર આઈસર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
પાટડીના ખારાઘોડા રોડ પર આઈસર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત
  • આઈસર ચાલક ફારાર થવાનો પ્રયાસ કરતા‌ પાટડી ચાર‌ રસ્તેથી‌ અટકાયત કરાઈ

પાટડીના ખારાઘોડા રોડ પર આઈસર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ખારાઘોડાના એક યુવાનનુ મોત નિપજ્યું હતુ. આ અકસ્માતની ઘટનામાં યુવતિ સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચતા પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યારે અકસ્માત બાદ આઈસર ચાલક ફારાર થવાનો પ્રયાસ કરતા‌ પાટડી ચાર‌ રસ્તેથી‌ અટકાયત કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઇશર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આઇશરના પાછળના ભાગે બાઇકની ટક્કર વાગતા અકસ્માત થયો

ખારાઘોડા મીઠા ઉદ્યોગનું મોટું સેન્ટર છે. આથી પાટડી-ખારાઘોડા રોડ કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. એવામાં હાલ રણમાંથી મીઠું ખેંચવાની સીઝન ચાલતી હોઇ આ રસ્તા પર વાહનચાલકોની ખાસ્સી ભીડ જોવા મળે છે. એવામાં આજે સવારના સમયે પાટડીના ખારાઘોડા રોડ પર આઈસર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇશરના પાછળના ભાગે બાઇકની ટક્કર વાગતા આ અકસ્માતમાં બાઇક સવાર ખારાઘોડાના મહેશભાઈ ભવાનભાઈ ( ઉંમર વર્ષ 39 ) ખારાઘોડા નવાગામ નવા પરુ નામના યુવાનનું મોત નિપજ્યું હતુ.

આઇશર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ

આ અકસ્માતની ઘટનામાં એક યુવતિ સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચતા પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યારે અકસ્માત બાદ આઈસર ચાલક ફારાર થવાનો પ્રયાસ કરતા‌ પાટડી ચાર‌ રસ્તેથી‌ અટકાયત કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઇશર ચાલક વિરૂદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...