હડતાળના 26 દિવસ:આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત્, સરકાર સાથે સમાધાન નિષ્ફળ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકાર સાથે સમાધાન નિષ્ફળ રહેતા આગામી દિવસોમાં પણ હડતાળ ચાલુ રાખવા અને પ્રશ્નો હલ કરવા જિલ્લામાં આરોગ્ય કર્મીઓએ આવેદનો આપ્યા હતા. - Divya Bhaskar
સરકાર સાથે સમાધાન નિષ્ફળ રહેતા આગામી દિવસોમાં પણ હડતાળ ચાલુ રાખવા અને પ્રશ્નો હલ કરવા જિલ્લામાં આરોગ્ય કર્મીઓએ આવેદનો આપ્યા હતા.
  • મુખ્ય 3 માગણીના ઠરાવ, પરિપત્ર નહીં આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા નિર્ણય
  • ગુજરાત રાજ્ય કક્ષાના આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ પ્રમાણે હવે કાર્યક્રમો આપશે

સરકાર સાથે સમાધાન નહીં થતા આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ હડતાળ ચાલુ રાખવા જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, સીડીએચઓને સુરેન્દ્રનગર આરોગ્ય કર્મચારી મંડળના નેજા હેઠળ કર્મીઓએ સોમવારે આવેદનો આપ્યા હતા. અને મુખ્ય 3 માગણીના ઠરાવ અને પરિપત્ર નહીં આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના 602 આરોગ્ય કર્મચારી વિવિધ પ્રશ્નો અને માગણીઓને લઇને હડતાળ ઉપર ઉતરી ગયા છે. હડતાળના 26 દિવસ બાદ અને સરકાર સાથે સમાધાન નિષ્ફળ રહેતા તા. 5 સપ્ટેમ્બરને સોમવારે સુરેન્દ્રનગર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ મનોજભાઈ જે.ભટ્ટ, મુખ્ય કન્વિનર કિશોરભાઈ એમ.પરમાર, મહામંત્રી નરેશભાઈ આઇ. પ્રજાપતિ સહિત કર્મીઓ દ્વારા જિલ્લા કલેક્ટર, ડીડીઓ, સીડીએચઓને આવેદનો આપ્યા હતા.

અને આગામી દિવસોમાં પણ જો મુખ્ય 3 માગણીના ઠરાવ અને પરિપત્ર નહીં આપે ત્યાં સુધી હડતાળ રાખવાનું તેમજ ગુજરાત રાજ્ય કક્ષાના આરોગ્ય કર્મચારી મહાસંઘ જે આદેશ કરે તે પ્રમાણે આગળના કાર્યક્રમો આપવામાં આવશે. આ ઉપરાંત 144 લાગુ પડતા ગાંધીનગરમાં હવે હડતાળ ઉપર ઉતરી ગયેલા આરોગ્ય કર્મી કાર્યક્રમ નહીં આપી શકીએ તેમ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...