તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ મોત:સુરેન્દ્રનગરના સાયલામાં હેલ્થ વર્કર મહિલા કર્મચારીનું ચક્કર આવ્યા બાદ મોત, રાજકોટ પીએમ માટે મૃતદેહ ખસેડાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન શંકાસ્પદ મોત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા PHC સેન્ટરની મહિલા હેલ્થ વર્કરનું મોતની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ચક્કર આવ્યા બાદ અચાનક ઢળી પડતાં મહિલા કર્મીના મોત થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે મહિલા કર્મીના મૃતદેહને રાજકોટ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હોવાની વિગત મળી રહી છે.

વેક્સિનેશન સમયે જ શંકાસ્પદ મોતથી હોસ્પિટલ શંકાના ઘેરામાં
હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આરોગ્ય કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. અને હાલમાં કોરોના વેક્સનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સૌ પ્રથમ હેલ્થ વર્કરો, પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને વેક્સિન લગાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સાયલા પીએચસીમાં કામ કરતી એક મહિલા કર્મચારીને ચક્કર આવતા ઢળી પડ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ મહિલા આરોગ્ય કર્મચારીને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ લઇ જવાઇ હતી. આ આરોગ્ય મહિલા કર્મચારીના મોત બાદ એનું સુરેન્દ્રનગરના બદલે રાજકોટ પોસ્ટમોર્ટમ કરાશે એવી વાતો પણ બહાર આવવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ ઘટનાને બદાવવાનો પ્રયાસ કરાતો હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે બીજી બાજુ આ શંકાસ્પદ મોત મામલે હોસ્પિટલ તંત્રનું મૌન પણ શંકાના ઘેરામાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો