ધરપકડ:જામીન પર બહાર નીકળી 10 માસથી ફરાર ઝડપાયો

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રામાં ખૂનના કેસમાં જેલમાંથી

ધ્રાંગધ્રામાં ખૂનના કેસમાં જેલની સજા ભોગવતો કેદી જામીન પર બહાર નિકળી ફરાર થઇ ગયો હતો. આ 10 માસથી ફરાર શખસને સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે તેના ઘેરથી દબોચી ધ્રાંગધ્રા સબજેલ મોકલી આપ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સૂચના આપી હતી. જેને લઇ પેરોલ ફર્લો સ્કવોડ ટીમે એક્શન પ્લાન બનાવી આવા ફરાર શખસોને શોધી કાઢવા પેટ્રોલિંગ કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ખાનગી બાતમી મળી હતી.

જેમા ખૂનના કેસનો આરોપી ધ્રાંગધ્રા શહેરમાં હોવાનું જણાયું હતું. આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં જેલમાં સજા ભોગવતો પરેશ ઉર્ફે મુન્નો ભગવાનજીભાઇ બારોટને ધ્રાંગધ્રા તેના ઘરેથી ઝડપ્યો હતો. તેને પૂછપરછમાં 29-11-2020થી 7-12-2020 સુધીના વચગાળાના જામીન પર બહાર ન આવી ફરાર હોવાનું ખૂલ્યું હતું. આથી તેનો કોરોના રિપોર્ટ કરાવતા નેગેટીવ આવતા તેને ધ્રાંગધ્રા સબ જેલ મોકલી આપવામાં આવ્યો હતો. પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ નરપતસિંહ, એલસીબીના કુલદિપસિંહ, મહિપતસિંહ, ભરતસિંહ ગુલામરસુલભાઇ, સનતભાઇ, ભગીરથસિંહ સહિત પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...