તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:જેલમાં જવાના ખર્ચ પેટે 2 લાખની ઉઘરાણી કરી વેપારીને માર માર્યો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગરમાં ચારેક માસ પહેલા બનેલા મારામારીના બનાવમાં જેલમાં જવાના ખર્ચ પેટે રૂપિયા 2 લાખની ઉઘરાણી કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો બનાવ બન્યો છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરેન્દ્રનગરમાં રહેતા વેપારી સંદીપ શાહને ચારેક માસ પહેલા વઢવાણ એપીએમસી સામે વઢવાણના ભવાનીસીંહ ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ મોરીએ માર મારી ફેકચર જેવી ઇજાઓ કરી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા ભવાનીસીંહે મુસ્તુફાભાઇ શફકતહુસેનભાઇ લાકડાવાલાના કહેવાથી સંદીપ શાહને માર માર્યો હોવાનું પોલીસને જણાવ્યુ હતુ.

આથી પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. જેમાં મુસ્તુફાભાઇને 7 દિવસ અને ભવાનીસિંહને અંદાજે એકાદ માસ જેલમાં રહેવુ પડયુ હતુ. ત્યારે તા. 4 ડિસેમ્બરના રોજ સવારે ભવાનીસીંહે મુસ્તુફાભાઇની દુકાન શબ્બીર પ્લાયવુડ ખાતે ધસી આવી તારા લીધે મારે જેલમાં જવુ પડયુ, રૂપિયા 2 ખર્ચો થયો તે આપ તેમ કહ્યુ હતુ. જેમાં પૈસા દેવાની ના પાડતા ભવાનીસિંહે ઉશ્કેરાઇ લાકડાના ધોકા વડે માર મારી મુસ્તુફાભાઇને ઇજા પહોંચાડી હતી. આ બનાવની એ ડીવીઝન પોલીસ મથકે ભવાનીસીંહ ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ મોરી સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બી.સી.ગામેતી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો