લૂંટ:પાટડી પથંકમાં છરી વડે હુમલો કરી મોબાઇલ ફોન અને રૂ. 18,000 રોકડાની લૂંટની ઘટનાથી ચકચાર

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટડી પથંકમાં છરી વડે હુમલો કરી મોબાઇલ ફોન અને રૂ. 18,000 રોકડાની લૂંટની ઘટનાથી ચકચાર - Divya Bhaskar
પાટડી પથંકમાં છરી વડે હુમલો કરી મોબાઇલ ફોન અને રૂ. 18,000 રોકડાની લૂંટની ઘટનાથી ચકચાર
  • છરી વડે બરડાના ભાગે તથા મોંઢે અને હોઠ પર હુમલો કરવાની સાથે રૂ. 23,000ની લૂંટ થયાની બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ

પાટડી પથંકમાં ચોરી અને લૂંટફાટના બનાવો ચિંતાજનક રીતે વધવા પામ્યા છે. ત્યારે પાટડી પથંકમાં છરી વડે હુમલો કરી મોબાઇલ ફોન અને રૂ. 18,000 રોકડાની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે છરી વડે બરડાના ભાગે તથા મોંઢે અને હોઠ પર હુમલો કરવાની સાથે રૂ. 23,000ના મુદ્દામાલની લૂંટ થયાની બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

આ લૂંટના બનાવ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના સિધ્ધસર ગામે રહેતા રોહિતકુમાર બળદેવભાઇ જાકાસણિયા (પટેલ) ઉંમર વર્ષ- 23 મોટરસાયકલ લઇને જઇ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં એક અજાણ્યા ઇસમે મોડી સાંજે પોણા સાત વાગ્યાના સુમારે અંધારામાં સેડલા-સિધ્ધસર રોડ પર આવેલી પીયાઓ તલાવડી પાસે રોહિતકુમાર બળદેવભાઇ જાકાસણિયા (પટેલ)ને છરી બતાવવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપવાની સાથે રોહિતભાઇના મોટરસાયકલ પાછળ બેસી સીમ વિસ્તારમાં લઇ જઇ છરી વડે બરડાના ભાગે બેથી ત્રણ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અને અજાણ્યા ઇસમે આટલેથી ના અટકતા દેશી કટ્ટુ બતાવી મારી નાંખવાની ધમકી સાથે ગાળો આપી રોહિતભાઇના ખીસ્સામાંથી રેડમી કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂ. 5,000 તથા શર્ટના ખીસ્સામાંથી રોકડ રૂ. 18,000 મળી કુલ રૂ. 23,000ના મુદામાલની લૂંટ કરવાની સાથે રોહિતભાઇને છરી વડે મોંઢા ઉપર હોઠની બાજુમાં ઇજા પહોંચાડી લૂંટ કરી અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે સિધ્ધસર ગામના રોહિતભાઇ બળદેવભાઇ જાકાસણીયા (પટેલ) એ બજાણા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...