રજૂઆત:ઝાલાવાડ જિનિંગ કૌભાંડમાં HCએ 14-10ની તારીખ આપી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસલ કાગળોની ચકાસણી બાકી હોવાની પોલીસની રજૂઆત
  • રજિસ્ટ્રાર કચેરીમાંથી 30મીએ અસલ કાગળો પોલીસને અપાશે

ફડચામાં ગયેલી ઝાલાવાડ જિનિંગ પ્રેસિંગ સહકારી મંડળીને બોગસ પુરાવા ઊભા કરી જીવંત કરીને જમીન ખરીદીનું કરોડોનું કૌભાંડ આચરવાના મામલે હાઈકોર્ટે 10 ઓકટોબરની તારીખ આપી છે. આ કૌંભાડ બહાર લાવનાર વજુભા ગોહિલે જણાવ્યું કે હાઇકોર્ટની મુદતમાં પોલીસે એવી દલીલો કરી હતી કે રજિસ્ટ્રારમાં કરાયેલા અસલ કાગળો માંગ્યા છે, જે 30 સપ્ટેમ્બર સુધીમાં આપવાનું રજિસ્ટ્રાર કચેરી તરફથી લેખિતમાં આપવાનું કહ્યું છે. જે કાગળો આવ્યા બાત તેની તપાસ કરતા એકાદ સપ્તાહનો સમય થઇ જાય તેમ છે. આથી કોર્ટે 14 ઓક્ટોબરની તારીખ આપી છે.

આ મામલે કોર્ટમાં જનાર વજુભા ગોહિલે જણાવ્યુ કે જે તે સમયે મંડળીની મીટીંગ બોલાવી હતી તેમાં નિયમ અનુસાર 217 વ્યકિતનું કોરમ હોવુ જોઇતુ હતુ. પરંતુ 105 સભ્યોને બોલાવીને ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. તે કોરમમાં જે સદસ્યોના નામની સહિ કરવામાં આવી છે તે પૈકી 9 સદસ્યોના તો અવસાન થઇ ચૂકયા છે. જયારે 37 સદસ્યોએ સોગંધનામા આપીને એવુ જણાવ્યુ છે કે અમે તે બેઠકમાં હાજર ન હતા અને અમારી ખોટી સહિ કરવામાં આવી છે.આ ઉપરાંતે 1 સભ્ય તો હાલ વિદેશ છે. તો તેમના નામની સહિ કેવી રીતે અને કોને કરી આ મુદો તપાસનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...