રજૂઆત:સોશિયલ મીડિયામાં કપલ ચેલેન્જના ફોટા મૂકવા નુકસાનકારક: સાઇબર ક્રાઇમ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા થોડા દિવસોથી સોશીયલ મીડીયામાં કપલ ચેલેન્જના ફોટાએ માઝા મૂકી છે. ત્યારે જે તે વ્યકિત દ્વારા મૂકાયેલા પત્ની સાથેના ફોટાથી મોર્ફીંગ થવાની શકયતા રહેલી હોવાથી સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમે લોકોને આવા ફોટા ન મૂકવા ચેતવણી આપી છે.

છેલ્લા થોડા દિવસોથી સોશીયલ મીડીયામાં કપલ ચેલેન્જ, સીસ્ટર ચેલેન્જ, ડોટર ચેલેન્જ જેવા હેશટેગ સાથે લોકો પોતાના પત્ની, દિકરી કે બહેન સાથેના ફોટા મૂકી રહ્યા છે. પોતે મૂકેલા ફોટામાં કોમેન્ટ અને લાઇકસ જોઇને લોકો ખુશ થાય છે. પરંતુ પત્ની, દિકરી અને બહેનના મૂકાયેલા ફોટામાં મોર્ફીંગની શકયતા રહેલી હોવાનું સાયબર ક્રાઇમનું માનવુ છે. સુરેન્દ્રનગર સાયબર સેલના પીએસઆઇ અનીલ નાયરે જણાવ્યુ કે, અમુક અસામાજીક તત્વો પત્ની, દિકરી કે બહેનના ફોટામાં મોર્ફીંગ કરી શકે છે. આવા ફોટા સોશીયલ મીડીયામાં મૂકવા હીતાવહ નથી. અન્ય મિત્રો અને સગા-સબંધીઓએ મૂકેલા ફોટાથી પ્રભાવીત થઇને આવા ફોટા સોશીયલ મીડીયામાં મૂકવા નહી. અથવા જેણે મૂકેલા છે તેઓએ પણ આવી પોસ્ટ ડીલીટ મારી દેવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...