તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:હળવદમાં બે સ્થળ ઉપર વેક્સિનેશન શરૂ કરાતા યુવા વર્ગમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં બે સ્થળ ઉપર વેક્સિનેશન શરૂ કરાતા યુવા વર્ગમાં ખુશીનો માહોલ - Divya Bhaskar
હળવદમાં બે સ્થળ ઉપર વેક્સિનેશન શરૂ કરાતા યુવા વર્ગમાં ખુશીનો માહોલ
  • યુવા વર્ગમાં કોરોના વેક્સિન મુકાવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો

લાંબા સમયથી યુવાનોની જે માંગણી હતી તે મુજબ આજથી 18 થી 44 વર્ષના યુવાનો માટે કોરોના વેક્સિન આપવાની જાહેરાત સાથે ગઈકાલે રાત્રીના ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થતાની સાથે જ હળવદના બે વેક્સિનેશન સેન્ટરમાં યુવાનોએ ધડાધડ રજીસ્ટ્રેશન કરી નાખતા રાત્રે જ શહેરના સેન્ટરના તમામ સ્લોટ ફૂલ થઇ જવા પામ્યા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ આવુ જોવા મળ્યું છે.

જિલ્લામાં 15 વેક્સિનેશન સેન્ટર ઉપર રસીકરણ શરૂ

રાજ્ય સરકાર દ્વારા 18 થી 44 વર્ષની વયજૂથના યુવાવર્ગ માટે તા.4 જૂનથી રાજ્યના તમામ જિલ્લામાં વેક્સિનેશન શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ મોરબી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 15 વેક્સિનેશન સેન્ટર ઉપર રસીકરણ માટે વિધિવત જાહેરાત કરી હતી. જેથી હળવદ શહેરની સરકારી હોસ્પિટલ અને મથકના આરોગ્ય કેન્દ્ર મળી કુલ બે જગ્યા ઉપર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

300 જેટલા લોકોએ વેક્સિન લઇ પણ લીધી

જોકે આ બંને જગ્યા ઉપર રજિસ્ટ્રેશન પણ ફૂલ થઇ ગયું છે સાથે જ વેક્સિન લેવામાં યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિનભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું. વધુમાં એ પણ જણાવ્યું હતું કે 400 લોકોનાં રજીસ્ટેશન સામે બપોર સુધીમાં 300 જેટલા લોકોએ વેક્સિન લઇ પણ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...