તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાતુર્માસ પ્રવેશ:હંસકીર્તિ સાધ્વીજી મહારાજ સાહેબે 27 શીષ્યા સાથે ચાતુર્માસ પ્રવેશ કર્યો

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હંસકીર્તિ મહારાજ સાહેબને 360, 361, 362 આયંબીલ ઓળીના પારણા મહોત્સવ તા.6-8-21ના રોજ મંગળવારે હેમાંજલી ઉપાશ્રયે ઉજવાશે. - Divya Bhaskar
હંસકીર્તિ મહારાજ સાહેબને 360, 361, 362 આયંબીલ ઓળીના પારણા મહોત્સવ તા.6-8-21ના રોજ મંગળવારે હેમાંજલી ઉપાશ્રયે ઉજવાશે.
  • હેમાંજલી ઉપાશ્રયે નાનુ દેરાસર તૈયાર કરાયંુ, જેમાં આદેશ્વર ભગવાનની મૂર્તિ બેસાડી ચાંદીના રથમાં લઇ લાભાર્થી પરિવાર બેસી સામૈયામાં જોડાયા
  • વાસુપૂજ્ય જિનાલયથી શોભાયાત્રા નીકળી, સંઘ હેમાંજલી ઉપાશ્રયે પહોંચ્યો, ગુરુપૂજન, માંગલીક પ્રવચન, સંઘપૂજન, સંઘનવકાશી, આયંબીલ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા

સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ માટે હંસકીર્તિ સાધ્વીજી મહારાજ સાહેબ પધાર્યા છે.ત્યારે તેમનો ચાતુર્માસ પ્રવેશની શોભાયાત્રા વાસુપુજ્ય જીનાલયથી નિકળી હેમાંલી ઉપાશ્રયે પહોંચી હતી. જ્યાં ગુરૂપુજન, માંગલીક પ્રવચન, સંઘપુજન, સંઘનવકાશી, આયંબીલ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.

જૈન ધર્મમાં ચાતુર્માસનું અનેરૂ મહત્વ છે ત્યારે સુરેન્દ્રનગર કુંથુનાથ ઉપાશ્રયમાં આચાર્ય ગુરૂદેવ કલાપુર્ણસુરીશ્વરજી, આચાર્ય ગુરૂદેવ કલાપ્રભોસુરીશ્વરજી મહારાજસાહેબ આચાર્ય ગુરૂદેવ કલ્પતરૂ મહારાજ સાહેબના સમુદાય હંસકિર્તી મહારાજસાહેબ તેમના બહોળા સમુદાય 27 શિષ્યો સાથે હેમાંજલી ઉપાશ્રયમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા.

આથી તેમનો નગર પ્રવેશ તા.19-6-21ના રોજ કરાયો હતો. તેમના ચાતુર્માસ પ્રવેશનું આયોજન કરાયુ હોવાથી તા.11-7-21 રવિવારે વાસુપુજ્ય જીનાલયે સકલસંઘના ભાઇઓ બહેનો, પાઠશાળાના બાળકો, સાથે બેન્ડ, શહનાઇ સાથે શહેરમાં ફરી હેમાંજલી ઉપાશ્રયે પગલા કર્યા અને પધારી વ્યાખ્યાન આપ્યુ હતુ.

આ ઉપાશ્રયે નાનુ દેરાસર તૈયાર કરાયુ હતુ જેમાં આદેશ્વર ભગવાનની મુર્તી બેસાડી ચાંદીના રથમાં લઇ લાભાર્થી પરીવાર બેસી અને સામૈયામાં જોડાયા હતા. ત્યાર બાદ ગુજરૂપુજન, માંગલીક પ્રવચન, કામળીવ્હોરવા, સંઘપુજન, સંઘનવકાશી, આયંબીલ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હંસકીર્તિ મહારાજ સાહેબને હાલ 360મી આયંબીલ ઓળી ચાલી રહી છે. તેઓના 360, 361, 362 આયંબીલ ઓળીના પારણા મહોત્સવ તા.6-8-21ના રોજ મંગળવારે હેમાંજલી ઉપાશ્રયે ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...