સતત ચોથીવાર સમરસ:હળવદની પાંડાતીરથ ગ્રામપંચાયત સતત ચોથી વખત સમરસ, છેલ્લી ચાર ટર્મથી એક જ વ્યક્તિનું સરપંચ પદે શાસન

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદની પાંડાતીરથ ગ્રામપંચાયત સતત ચોથી વખત સમરસ - Divya Bhaskar
હળવદની પાંડાતીરથ ગ્રામપંચાયત સતત ચોથી વખત સમરસ
  • છેલ્લા 20 વર્ષમાં શાળાનું નવું સંકુલ, પીવાના પાણીની સમસ્યા, રોડ-રસ્તા સહિતનાં કામો કરાયાં
  • વિકાસ કામો અને ગામને મળતી સુવિધાને પગલે એક જ વ્યક્તિને શાસન સોંપતા ગ્રામજનો

હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. તેની વચ્ચે કેટલીક ગ્રામ પંચાયતો બિનહરીફ પણ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં હળવદ તાલુકાની પાંડાતીરથ ગ્રામ પંચાયતમાં એક જ વ્યક્તિને સતત ચોથી વખત સરપંચ પદ સોંપી બિનહરીફ જાહેર કરી ગ્રામજનોએ પંચાયતની ધુરા સોંપી છે.

ગામમાં 1276 લોકોની વસ્તી

હળવદ તાલુકાના પાંડાતીરથ ગામની વસ્તી 1276ની છે. અહીં મોટાભાગે રાજપુત, કોળી, ભરવાડ, ગઢવી સહિતના સમાજના લોકો રહે છે. ગામના સર્વાંગી વિકાસ માટે સતત ચોથી વખત યુવા, જાગૃતિ, શિક્ષિત અને સતત ગામના વિકાસ માટે તત્પર રહેતા ગુલાબસિંહ રાજપૂતની સરપંચ પદે બિનહરિફ વરણી કરવામાં આવી છે.

છેલ્લા 20 વર્ષમાં વિકાસના અનેક કામો થયાં

પાંડાતીરથ ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં ગામમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. સાથે જ મારા અગાઉના સરપંચોએ પણ ગામમાં બનતા તમામ વિકાસના કામો કર્યા હતા. તેમને પંચાયતની ધૂરા સોંપ્યા બાદ ગામમાં ગ્રામજનોના સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે શિખરબંધ રામજી મંદિરનું નિર્માણ, ગામનો પ્રવેશ દ્વાર, પ્રાથમિક શાળાનું લાખોના ખર્ચે નવું સંકુલ તેમજ પીવાના પાણીની સમસ્યા, રોડ-રસ્તા સહિતના વિકાસના કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આવતા દિવસોમાં પણ વધુ વિકાસના કામો કરી ગામ લોકોની સુખાકારી વધારવાની નેમ તેમની નવ નિયુક્ત પંચાયતની બોડી દ્વારા લેવામાં આવી છે.

સાથે જ સરપંચ ગુલાબસિંહ અશ્વારે ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો સહિત ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આવનારા દિવસોમાં પણ સૌ કોઈનો સાથ-સહકાર મળી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.

પાંડાતીરથ ગ્રામ પંચાયતની સમરસ થયેલી બોડી આ પ્રમાણે છે :

સરપંચ - ગુલાબસિંહ અશ્વાર (રાજપૂત)

ઉપ સરપંચ - ધનાભાઈ કુવરાભાઈ ભરવાડ

સભ્યો

1. ભાવનાબેન લાલજીભાઈ ચૌહાણ

2. વનરાજસિંહ માવુભા પરમાર

3. જાગૃતીબેન મહેશભાઈ કોળી4. વજુભાઈ ભુદરભાઈ ડાભી

5. અનિલભાઈ પ્રેમજીભાઈ ચાવડા

6. ભાવનાબેન કલ્પેશભાઈ ભરવાડ

7. રંજનબેન પ્રતાપદાન ગઢવી

અન્ય સમાચારો પણ છે...