પેટા ચૂંટણી:હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચો ત્રિપાંખિયો જંગ જામશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચો ત્રિપાંખિયો જંગ જામશે - Divya Bhaskar
હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચો ત્રિપાંખિયો જંગ જામશે
  • રણછોડગઢ-16 બેઠકની પેટા ચૂંટણીમાં એક પણ અપક્ષ ઉમેદવારે નહીં

હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણી તાજેતરમાં જ જાહેર થઈ હતી અને આજે આ બેઠક પર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા.

રણછોડગઢ-16 બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. આજે આ બેઠકની પેટાચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સરંભડા ગામના ભારતીબેન ગોપાલભાઈ દોરાલા,ભાજપ તરફથી રણછોડગઢના હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા અને આમ આદમી પાર્ટી તરફથી રાઈધ્રાંના અનુબેન કુકવાવાએ ફોર્મ ભર્યા છે.

રણછોડગઢ તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણીમાં આ વખતે એક પણ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. જેથી ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ત્રણેય ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે. જોકે, અત્યાર થીજ ત્રણેય પક્ષ દ્વારા મતદારોને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...