મદદ:હળવદ રોટરી ક્લબે ઝુંપડામાં સોલાર પેનલ, લાઇટો લગાવી, વિજળીના અભાવે પરિવારોને અંધારામાં અગવડ પડતી હતી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સામતસર તળાવના કાંઠે રહેતા જરૂરિયામંદ લોકોની મદદ કરી

હળવદના સામતસરતળાવ કાંઠે વર્ષોથી પરીવારો ખુલ્લામાં ઝૂંપડા બાંધી રહે છે. આ વિચરતી જાતીના પરીવારો સુધી વિજળી જેવી પાયાની સુવિધાના અભાવે અંધારામાં અગવડનો સામનો કરવો પડતો હતો. આથી હળવદ રોટરી ક્લબ દ્વારા આ પરીવારોના ઘર પર સોલાર પેનલ સાથેની લાઇટો લગાવી આપી હતી.

હળવદમાં સામતસર તળાવના કાંઠે છેલ્લા 30 વર્ષથી 8 કાચા ઝૂંપડાઓ બાંધીને વસવાટ કરતા વિચરતી-વિમુક્ત જાતિના પરીવારો વસી હળવદમાં છુટક મજુરી કરી પરીવારનું ગુજરાત ચલાવે છે. આટલા વર્ષોમાં પાયાની જરૂરીયાત એવી વીજળી પણ તેમના સુધી ન પહોંચતા 44 લોકો અને 17 બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેમાં સાંજે અંધારૂ થતા અંધારામાં બહેનોને રસોઇ બનાવવી પડતી અને પરિવારોને અંધારેજ વાળુ કરવુ પડતુ જ્યારે શાળામાં ભણતા બાળકોને રાત્રે અભ્યાસ પણ થઇ શકતો ન હતો.

આ અંગે જાણથતા હળવદ રોટરી ક્લબ દ્વારા ધ્રુવ દવે, અમિત રાવલ, અને કિરણ દોરાલાના આર્થિક સહયોગથી ઝુંપડામાં સોલાર કીટ લગાવી આપવામાં આવી હતી. જેમાં 3 એલઇડી બલ્બ જે સોલાર પેનલની મદદથી ચાર્જ થઇ ઝુંપડા અને બહાર પણ આવાસમાં અજવાળા કરવામાં ઉપયોગી સાબીત થશે. આ સોલાર પેનલથી ચાલતા બલ્બ એક વાર ચાર્જ થયા બાદ સતત 6 કલાક સતત ચાલુ રહેતા હોવાથી અને સુર્ય ઉર્જાથીચાલતા હોવાથી વીજળીની બચત પણ થશે. આ આયોજનને સફળ બનાવવા રોટરી ક્લબના હોદ્દેદારો અને સભ્યોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...