સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામા દાડમની ચોરી કરનાર શખ્સને અંતે હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે. હળવદ પોલીસ મથકના એમ.જે.ધાધલ તથા સાથેના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ ઓળકીયા તથા કોન્સ્ટેબલ ગંભીરસિંહ ચૌહાણ તથા મનોજભાઇ ગોપાલભાઇને સંયુક્ત રીતે મળેલી ખાનગી રાહે બાતમી આધારે હળવદ સરા ચોકડી પાસેથી ઇકો કારના ચાલક શંકમંદ સુરેન્દ્રનગરના ધ્રાગધ્રાના અંકેવાળીયા ખાતે રહેતો મુકેશભાઇ ગોરધનભાઇ હળવદીયા નામના 27 વર્ષીય યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.
વાડીમાંથી દાડમ ચોરીને વેચાણ કર્યું હતું
પોલીસે એને ઝબ્બે કરી તેની આગવી ઢબે પુછપરછ કરતા તેની પાસેથી રોકડા રૂ.14,760/- મળી આવ્યા હતા. જે રૂપિયા પોતાએ ખોડુગામની સીમમાં વ્રજલાલ મગનભાઇ પટેલની વાડીમાંથી દાડમ ચોરીને વેચાણ કરેલાના રૂપિયા હોવાનું જણાવતા જેને રૂપિયા તથા ઇકો કાર મળી કુલ રૂ. 4,14,760ના મુદ્દામાલ સાથે કબ્જે કરવામાં આવ્યો હતો. મજકુર ઇસમ વિરૂધ્ધ આ બાબતનો જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હોય જેથી તેની અટકાયત કરવામાં આવી છે. આમ હળવદ પોલીસે જોરાવરનગર પોલીસ સ્ટેશનનો ગુનો શોધી કાઢ્યો છે. આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસ સ્ટેશન સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.