ટેકાના ભાવે ખરીદી શરૂ:હળવદ માર્કેટિંગ યાર્ડ ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતા પ્રથમ દિવસે 10 ખેડૂતોને બોલાવવામાં આવ્યા

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ માર્કેટિંગ યાર્ડ ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ - Divya Bhaskar
હળવદ માર્કેટિંગ યાર્ડ ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ
  • ખેડૂતો પાસેથી ચણાના મણના રૂપિયા 1046 અને તુવેરના રૂપિયા 1260ના ભાવે ખરીદી કરાઈ

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણા અને તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે 10 ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા. ખેડૂતો પાસેથી ચણાના મણના રૂપિયા 1046 અને તુવેરના રૂપિયા 1260ના ભાવે ખરીદી કરવામાં આવી છે.

ગુજકોમાસોલ દ્વારા આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ટેકાના ભાવની ખરીદીમાં હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ચણાના રૂ.1046 અને તુવેરના રૂ. 1260 ભાવ નક્કી કરવામા આવ્યા છે. આજે હળવદ યાર્ડના ખરીદી કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે 10 ખેડૂતોને બોલાવી મુહૂર્ત કરવામા આવ્યું હતું.

ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડ દલવાડી, પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય રજની સંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ પટેલ, ગુજકોમાસોલના પ્રતિનિધિ સુરેશ જીંજુવાડિયા, ખરીદ વેચાણ સંઘ ચેરમેન રસિક પટેલ, ખરીદ વેચાણ સંઘ મેનેજર દર્શન પટેલ, શહેર ભાજપ પ્રમુખ કેતન દવે, વિનુ વામજા, યુવા ભાજપ પ્રમુખ હિતેશ લોરીયા, થોભણ દલવાડી, નયન દેત્રોજા, રવિ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા અને શ્રીફળ વધેરીને ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...