વેપારીઓની હડતાળ:હળવદ માર્કેટ યાર્ડ ખંડણીખોરના વિરોધમાં આજથી અચોક્કસ મુદ્દત માટે બંધ, આરોપીને પકડી પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ માર્કેટ યાર્ડ ખંડણીખોરના વિરોધમાં આજથી અચોક્કસ મુદ્દત માટે બંધ - Divya Bhaskar
હળવદ માર્કેટ યાર્ડ ખંડણીખોરના વિરોધમાં આજથી અચોક્કસ મુદ્દત માટે બંધ
  • વેપારીઓને ધમકાવી ખંડણી માંગનારા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ
  • પોલીસ અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ, કોઈ નિર્ણય ન આવતાં લેવાયું પગલું
  • આરોપીને પકડી યોગ્ય કાર્યવાહી કરો પછી જ યાર્ડ ખુલશે : વેપારી મંડળ

હળવદ માર્કેટ યાર્ડના વેપારીને ડરાવી ધમકાવી ખંડણી માંગવાના બનાવનાર ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગઈકાલે ગુરૂવારે વેપારીઓએ પોલીસને લેખિતમાં રજૂઆત કરી આરોપીને ઝડપી લઈ તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે આજે શુક્રવારથી માર્કેટયાર્ડ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓને ધમકાવી ખંડણી માંગનાર શખ્સ સામે પોલીસ દાખલારૂપ કામગીરી કરી ઝડપી લઇ પાસા હેઠળ કાર્યવાહી કરે તેવી માંગ સાથે હળવદ માર્કેટયાર્ડના વેપારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. આજે હળવદ પોલીસ અને વેપારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી, પરંતુ આ બેઠક બાદ પણ કોઈ નિર્ણય આવ્યો ન હોવાનું સામે આવ્યું છે.

હાલમાં હળવદ માર્કેટિંગ યાર્ડ અને અન્ય વેપારીઓ આરોપીને પકડો, પાસા હેઠળ કાર્યવાહી કરો તેવી માંગને લઇ અડગ જોવા મળી રહ્યા છે. જેથી આવતા દિવસોમાં આ બનાવ વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી તરફ આ બનાવને લઈ હળવદ વેપારી મહામંડળ પણ યાર્ડના વેપારીઓ સાથે હોવાનું પ્રમુખ દ્વારા જણાવાયું છે. વધુમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આવતા દિવસોમાં આ લડતને વધુ મજબૂત બનાવવા હળવદના દરેક વેપારીઓ એક થશે, તેમજ હળવદમાં બીજી વખત કોઈ આવી ઘટના ન બને તે માટે જે પણ કરવાનું થતું હશે તે સાથે મળી કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...