મીની વેકેશન:હળવદ માર્કેટ યાર્ડ જન્માષ્ટમી નિમિતે છ દિવસ માટે બંધ

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ માર્કેટ યાર્ડ જન્માષ્ટમી નિમિતે છ દિવસ માટે બંધ - Divya Bhaskar
હળવદ માર્કેટ યાર્ડ જન્માષ્ટમી નિમિતે છ દિવસ માટે બંધ
  • શનિવારથી ગુરુવાર સુધી છ દિવસ માટે બંધ રહેશે

કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારને લઇ હળવદ માર્કેટ યાર્ડ શનિવારથી ગુરુવાર સુધી છ દિવસ માટે બંધ રહેશે. જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી એમ હળવદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતુ.

ઝાલાવાડ અને મચ્છુકાંઠાના સૌથી મોટા ગણાતા હળવદ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીના તહેવારને લઇ તારીખ 28/08/2021થી તારીખ 03/09/2021સુધી એટલે કે છ દિવસ યાર્ડ બંધ રહેશે. જ્યારે તારીખ 03/09/2021ને શુક્રવારના રોજ યાર્ડમાં રાબેતા મુજબ હરાજીનું કામકાજ પુનઃ ચાલુ કરવામાં આવશે તેમ માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું. આમ હળવદ માર્કેટ યાર્ડ જન્માષ્ટમી નિમિતે છ દિવસ માટે બંધ રહેતા હળવદ પંથકન‍ા ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડના વેપારીઓ માટે મીની વેકેશન જેવો માહોલ રહેશે.

અન્ય સમાચારો પણ છે...