તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકને સિદ્ધી મળી:હળવદના આચાર્ય નિર્મિત શોર્ટ ફિલ્મ નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં સ્થાન પામી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના આચાર્ય નિર્મિત શોર્ટ ફિલ્મ નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં સ્થાન પામી - Divya Bhaskar
હળવદના આચાર્ય નિર્મિત શોર્ટ ફિલ્મ નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં સ્થાન પામી
  • સમાજને હકારાત્મક સંદેશ આપતી "ભણતરના અજવાળાં"ફિલ્મ રાષ્ટ્રીયસ્તરે ઝળકતાં શિક્ષકોમાં ઉત્સાહ

મોરબી જિલ્લાની સરકારી શાળાના શિક્ષકોના સઘન પ્રયાસોથી અનેક બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં ભણતા થયા છે. ત્યારે બાળકો માટે કંઈક અવનવું કરવાની પ્રેરણા સાથે હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા સમાજને હકારાત્મક સંદેશ આપતી ભણતરના અજવાળા નામની શોર્ટ ફિલ્મનું નિર્માણ કરતા આ શોર્ટ ફિલ્મ નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં સ્થાન પામી છે.

એનસીઈઆરટી દિલ્હી દ્વારા આયોજીત નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત થશે

હળવદ તાલુકાના માનસર પ્રાથમિક શાળાના આચાર્ય વિમલભાઈ પટેલ શોર્ટ ફિલ્મનું નિર્માણ કરે છે. સમાજને માર્ગદર્શન આપવા સત્ય હકિકત ઉપર આધારીત શોર્ટ ફિલ્મ દ્વારા સમાજમાં હકારાત્મક સંદેશો પહોંચાડે છે. વિમલભાઈ પટેલ સાથે જયંતિભાઈ કાસોડિયા અને કૌશિક ચૌહાણ દ્વારા આ વર્ષે લોકડાઉન સમયમાં બનાવાયેલી શોર્ટ ફિલ્મ 25માં ઓલ ઈન્ડિયા ચિલ્ડ્રન એજયુકેશન વીડિયો ફેસ્ટીવલમાં સ્થાન પામી છે. હાલ વર્ષ 2021માં "ભણતરના અજવાળાં "ફિલ્મ નેશનલમાં એનસીઈઆરટી દિલ્હી દ્વારા આયોજીત નેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત થશે.

ફિલ્મમાં સમાજમાં શિક્ષણનું શું મહત્વ છે તે જણાવ્યું

ભણતરના અજવાળાં ફિલ્મમાં શાળાના આચાર્ય વિમલભાઈ તેમના મિત્ર જયંતિભાઈ કાસોડીયા અને વિદ્યાર્થી હરજીવન બાબરીયા, કરુણા તડવી અને કિંજલ રાઠવાએ અભિનય કરેલ છે. કૌશિક ચૌહાણ દ્વારા ફિલ્મનું શુટિંગ કરી ખૂબ સારી સેવા પૂરી પાડી સમાજમાં શિક્ષણનું શું મહત્વ છે. અને કન્યાઓને શિક્ષણથી રોકી રાખી ક્યારેક જાણે અજાણે શિક્ષણથી વંચિત રાખે છે. તે અંગેની જાગૃતતા લાવવા બાળકોની શાળામાં નિયમિતતા વધે તેવા પ્રયાસ કરવા ફિલ્મનું નિર્માણ કરેલ છે. ફિલ્મની રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી થતા આચાર્ય વિમલભાઈ પટેલે ફિલ્મ નિર્માણમાં સહયોગ આપનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...