કોરોના અપડેટ:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સતત ત્રીજા દિવસે હાફ્યો, જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહીં

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સતત ત્રીજા દિવસે હાફ્યો, જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહીં - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સતત ત્રીજા દિવસે હાફ્યો, જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નહીં
  • જિલ્લામાં છેલ્લા 28 દિવસમાં કોરોનાથી એક પણ મોત નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી ઘટાડો નોંધાયો છે. આજે સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના પોઝિટિવના એક પણ કેસ ન નોંધાતા જિલ્લામાં કોરોના કેસનો આંકડો સાત હજારને પાર પહોંચીને 7400ની સપાટીએ સ્થિર રહ્યોં છે. જેમાં સુખદ વાત એ કે, શનીવારે પણ સારવાર દરમિયાન એક પણ દર્દીના મોતની ઘટના બનવા પામી નથી. છેલ્લા 28 દિવસથી એક પણ મોત નહીં નોંધાતા લોકોએ રાહતનો દમ લીધો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 446 દર્દીઓ કોરોનાથી અકાળે મોતને ભેટ્યા છે. જિલ્લામાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા જીલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 7400એ સ્થિર રહ્યોં છે. જ્યારે આજે સારવાર દરમિયાન એક પણ કોરોના દર્દીના મોતની ઘટના ન બનતા મૃતક આંક 446 પર સ્થિર રહ્યો છે. જ્યારે કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 7284 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...