ઓનલાઇન છેતરપિંડીના આજના જમાનામાં ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ઈમાનદારી અકબંધ છે. હળવદ શહેરમા રહેતા અને મજૂરી કામ કરી પેટિયું રળતા જનકબેન નામના શ્રમિક મહિલા ઈમાનદારી અને જીંદાદિલીનું અનેરું ઉદાહરણ પૂરું પડી રસ્તે મળેલી બે તોલા સોનાની લાખેણી લક્કી મૂળ માલિકને સ્વાર્થ વિના પરત કરી હતી.
હળાહળ કળિયુગમાં પણ ઈમાનદારી જીવંત હોવાનું જીવતુ જાગતુ ઉદાહરણ હળવદના ખારીવાડમાં રહેતા જનકબેન રમેશભાઈ સોનાગ્રાએ પૂરું પડ્યું છે, હળવદમાં રહી મજુરી કામ કરી જીવન નિર્વાહ ચાલવતા જનકબેન સોનગ્રાને અંદાજે એકાદ લાખ રૂપિયાની કિંમતની બે તોલા સોનાની લક્કી મળી આવતા આ કિંમતી સોનાનો દાગીનો મૂળ માલિકને પરત કરવા તેઓએ નિર્ણય કરી લક્કીના માલિકને શોધી કાઢવા પ્રયાસ કરી હળવદના સેવાભાવી અજ્જુભાઈ ઠાકોરનો સંપર્ક કરતા અજ્જુભાઈએ સોશિયલ મિડીયામાં પોસ્ટ વાયરલ કરતા વેગડવાવના વાસુદેવ રવજીભાઈ દલવાડીએ પોતાની સોનાની લક્કી ખોવાઈ હોવાનું જણાવી લક્કી પોતાની જ હોવાની ખાતરી આપતા જનકબેન સોનાગ્રાએ આ દંપતિને રૂબરૂ બોલાવી લક્કી પરત કરતા વાસુદેવ રવજીભાઈ દલવાડીએ જનકબેનની ખુમારી અને દિલની અમીરીને વંદન કરી આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.