તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:ખાણીપીણી સહિત હેર સલૂન, બ્યૂટી પાર્લરની દુકાનો પણ રાત્રે ખુલ્લી રહેશે

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં આજથી ખાણીપીણીની બજારો ખુલ્લી રાખવાની છૂટ મળતાં ટેબલ- ખુરશી ગોઠવવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં આજથી ખાણીપીણીની બજારો ખુલ્લી રાખવાની છૂટ મળતાં ટેબલ- ખુરશી ગોઠવવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરમાં રાત્રિના સમયે ખાણીપીણીની બજારો ધમધમતી હોય છે. ખાસ કરીને હોટેલોની સાથે શહેરના રસ્તાઓ ઉપર ઊભી રહેતી લારી અને દુકાનોમાં પૂરી- શાક અને પરોઠા-શાક ખાવાનો જબરો ટ્રેન્ડ છે. આથી જ શહેરમાં નાની મોટી દુકાનોની સાથે લારીઓમાં જુદી જુદી ખાણીપીણીની અંદાજે 450 સ્થળો આવેલા છે. આજથી હોેટેલો, રેસ્ટોરાં અને લારીઓમાં બેસાડીને જમાડવાની છૂટ અપાતા તમામ વેપારીઓને તો રાહત થઇ છે.

ગ્રાહકોની વ્યવસ્થા માટે ખાવા પીવાની વસ્તુઓ બનાવવાની તૈયારી સાથે રેસ્ટોરાં અને હોટેલોમાં ટેબલ અને ખુરશીને સજાવવાની કામગીરીમાં વેપારીઓ લાગી ગયા છે. જે કારીગરોને છૂટા કરી કરાયા હતા તે લોકોને ફરીથી કામ માટે બોલાવી લેવાયા છે. શહેરમાં હેરસલુન, બ્યૂટી પાર્લર સહિતની તમામ દુકાનો હવે રાત્રિના સમયે પણ ખુલ્લી રાખી શકાશે. વેપારીએ કોરોનાની રસી ફરજિયાત લેવાની હોઈ જે દુકાનદારે રસી નથી લીધી તેવા લોકો અર્બન સેન્ટરમાં જઇને રસી લેવા દોડધામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...