હાલાકી:વઢવાણની વાળંદ શેરીમાં અઢી માસથી ઉભરાતા ગટરના પાણી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉભરાતા ગટરના પાણી - Divya Bhaskar
ઉભરાતા ગટરના પાણી
  • વારંવાર રજૂઆતો કરવા છતાં નિકાલ ન થયો, રોગચાળાે ફેલાય પહેલા કામગીરી કરવાની ઉગ્ર માંગ

વઢવાણ શહેરની જેમલખવાસની શેરી અંદર વાળંદ પરિવારો રહે છે. પરંતુ અહીં આવેલી ભૂર્ગભ ગટરો બ્લોક થઇ જતા છેલ્લા અઢી માસથી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા રોગચાળાનો ભય ફેલાયો છે. આથી વહેલી તકે આ વિસ્તારમાં ગટરની કામગીરી કરીને પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી રહીશોમાં માંગ ઉઠી હતી.વઢવાણની વાળંદ શેરીમાં છેલ્લા અઢી માસથી રહીશો પરેશાન બની ગયા છે. હરપાલભાઈ અરવિંદભાઈ બાવળીયા, ઘનશ્યામભાઈ રામજીભાઈ બાવળીયા, ગોપાલભાઈ બાવળીયા, પિયુષભાઈ બાવળીયા, પિયુષભાઈ બાવળીયા, હિનાબેન ઘનશ્યામભાઈ બાવળીયા, રીનાબેન બાવળીયા, શારદાબેન બાવળીયા સહિતના રહીશોએ જણાવ્યું કે, મોટા પીર ચોક જેમલખવાસની શેરી અંદર વાળંદની ખડકીમાં હાલ અત્યારે કોરોના વાયરસની મહામારીમાં પણ છેલ્લા અઢી અઢી માસથી ભૂર્ગભ ગટરમાંથી ખરાબ પાણી ડેલી પાસે તેમજ લોકોના રહેણાંક મકાનોમાં ભરાઇ જાય છે.

આ વિસ્તારમાં અંદાજે 20 જેટલા મકાનો આવેલા છે અને અહીં આવા પાણીના કારણે રોગચાળાનો ભય રહે છે. આ બાબતે વારંવાર નગરપાલિકાના સુપરવાઇઝર, સદસ્યો સહિતનાઓને રજૂઆતો કરવા છતાં હજુ સુધી આવા ખરાબ પાણીનો નિકાલ કરાતો નથી કે નથી કોઇ કામગીરી કરાતી. આથી યોગ્ય કાર્યવાહી કરાવામાં આવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...