સહાય:તાઉ-તે વાવાઝોડામાં ભોગ બનેલા ભરવાડ સમાજની મદદે આવી થરાની ગુરૂગાદી

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાઉ-તે વાવાઝોડામાં ભોગ બનેલા ભરવાડ સમાજની મદદે આવી થરાની ગુરૂગાદી - Divya Bhaskar
તાઉ-તે વાવાઝોડામાં ભોગ બનેલા ભરવાડ સમાજની મદદે આવી થરાની ગુરૂગાદી
  • મોરબીના ભરવાડ સમાજના સેવાભાવીઓ દ્વારા કુલ રૂ. 21 લાખનો સહયોગ

થરાની ગુરૂગાદી અને ભરવાડ સમાજના આગેવાનો દ્વારા રાજ્યભરમાં તાઉ-તે વાવાઝોડામાં સમાજના લોકોને થયેલા નુકશાનીની સહાયરૂપે રોકડ રકમની ચુકવણીનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના ભરવાડ સમાજના આગેવાનો દ્વારા કુલ રૂ. 21 લાખનો સહયોગ આપવામાં આવ્યો છે.

રાજુલા, ખાંભા, જાફરાબાદ, ધારી, સાવરકુંડલા, ગીર ગઢડા અને મહુવા, જેસર તાલુકાના અસરગ્રસ્તો ભરવાડ સમાજના લોકોને ગાય-ભેંસ-ઘેટા-બકરા મૃત્યુ પામવાની સાથે તેમજ ઘર પડી જવું, નળીયા-પતરા વગેરે નુકશાનની ભરપાઈ માટે સહાયરૂપ થવા દરેક યુનિટ વાઇઝ કુલ રૂ. સવા કરોડની સહાય આપવાનું શરૂ કર્યું છે. આઠ તાલુકાના અંદાજે 1500 ભરવાડ સમાજના પરિવારને સહાય આપવાનું શરૂ થઇ ગયું છે.

સવા કરોડની રકમમાં મોરબીના ભરવાડ સમાજના સેવાભાવીઓ દ્વારા કુલ રૂ. 21 લાખનો ફાળો આપવામાં આવ્યો છે. આ સહાય કાર્ય ઘનશ્યામપુરી બાપુ-થરા, ભરતપુરી બાપુ, કરશનપુરી બાપુ, મુનાબાપુ, પ્રતાપપુરી બાપુ અને હરીભાઇ ભરવાડ-બાવળા, કે. કે. ભરવાડ, જયેશભાઇ દાનાભાઇ, રૈયાભાઇ, હીરાભાઇ મોતીભાઈ, કનુભાઇ ગમારા-પીપળજ, રાજુભાઈ રાજકોટ, દેવીદાસ બાપુ ગાંમટા, જસાભાઈ ગાંમટા, કનુભાઈ ગમારા, રમેશભાઇ ઇવનગર, ચીનુભાઈ પીપળજ, નરેશભાઇ માંડલ અને ભરવાડ સમાજના અગેવાનો તથા સ્થાનિક ભરવાડ સમાજનાં સહયોગથી આ ભગીરથ કાર્ય રોકડ સહાય શરૂ કરેલ છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતના સમસ્ત ભરવાડ સમાજના યુવાનો, આગેવાનો, જુથ, લગ્ન સમિતિઓ, ઠાકર મંદિરના ભગતો દ્વારા ઉપયોગી અને સહયોગી ફાળો એકત્ર થયો છે. આ કાર્ય થરાની ગુરુગાદીના માધ્યમથી થયેલ છે.જેથી, ગુરૂગાદીને સૌ ભરવાડ સમાજ આત્મવંદન કરે છે.

અન્ય સમાચારો પણ છે...