તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સિદ્ધપુરમાં ગુજસીટોકનો ગુનો આચરનાર પકડાયો, સુરેન્દ્રનગરની મસ્જિદમાં LCBએ દરોડો પાડ્યો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં ગુજસીટોકનો ગુનો આચરીને નાસતો ફરતો શખસ સુરેન્દ્રનગરની મસ્જિદમાં રહેતો હોવાની હકીકત આધારે એલસીબી ટીમે ફૈજને મદિના મસ્જિદમાંથી આરોપીને પકડી લીધો હતો.મસ્જિદની સ્કૂલમાં આરોપી છેલ્લા 3 વર્ષથી આચાર્ય તરીકે કામ કરતો હતો.ગંભીર ગુનાઓ આચરીને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ડીએસપી મહેન્દ્રકુમાર બગડિયાએ સ્ટાફને સૂચના આપી છે. જેના આધારે એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલના માર્ગદર્શનથી જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓનું પગેરું દબાવવા માટે પોલીસ દોડધામ કરી રહી છે.

દરમિયાન પાટણના સિધ્ધપુરમાં ગુજસીટોકનો ગુનો કરીને નાસતો ફરતો રિયાઝુદીન મયુદીન અકબરમિયા સૈયદ નામનો શખસ સુરેન્દ્રનગર મિલ રોડ ઉપર આવેલી ફૈજને મદિના મસ્જિદમાં હોવાની હકીકત મળી હતી. આથી સ્ટાફના ભુપેન્દ્રકુમાર, જુવાનસિંહ, ડાયાલાલ, સંજયસિંહ સહિતની પોલીસ ટીમે મસ્જિદમાં દરોડો પાડ્યો હતો. જ્યાં સ્કૂલના આચાર્ય તરીકે કામ કરતા રિયાઝુદીનની પૂછપરછ કરતા પોલીસને અવળે પાટે ચડાવે તેવા જવાબો આપ્યા હતા. પરંતુ અંતે ભાગી પડેલા આરોપીએ સિધ્ધપુર પોલીસ મથકમાં પોતાની વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ થયો હોવાનું જવાતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...