ઉદ્ઘાટન:સુરેન્દ્રનગરમાં ગુજરાત ઇ-વાઇટ વેટરન્સ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ઓપન ગુજરાત ઇન્વાઇટ વેટરન્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સુરેન્દ્રનગર મલાર ચોક યંગ્સ ક્લબ ખાતે મંગલદીપ પ્રગટાવી સુરેન્દ્રનગર શહેર નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, નગરપાલિકા ચેરમેન મનહરસિંહ રાણા, દાતા વિશાલભાઈ ભીમાણી (ડાયનામિક એન્જિનિયરિંગ), સોમનાથ ક્ન્સ્ટ્રકશન વનરાજસિંહ પરમાર, રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી પ્રમુખ અતુલભાઇ દોશી, ઋષિ દોશી (ધાંગધ્રા), પ્રશાંત પી. શાહ (હર્ષિત મેડિકલ), ઝાલાવાડ કલબના પ્રમુખ રાજુભાઈ મહેતા વગેરે દાતાઓએ ઉપસ્થિત રહીને ઉદ્ઘાટન કર્યુ હતુ.

દાતાઓના હસ્તે ટ્રોફી તથા રોકડ ઇનામો અપાશે
દાતાઓએ ટેબલ ટેનિસ ગેમ્સ રમત રમીને ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં એબોવ 39 પ્લસથી 69 પ્લસના ખેલાડીઓ ગુજરાતનો અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડી આવ્યા હતા. આ ટુર્નામેન્ટ આગામી ત્રણ દિવસ રમાઈ રહી છે. જેમાં આ ટૂર્નામેન્ટના અંતે વિજેતા પ્લેયરોને દાતાઓના હસ્તે ટ્રોફી તથા રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...