શાકભાજી:વઢવાણી મરચાં, રીંગણાઓની બોલબોલા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી છે. બીજી તરફ આ ઠંડી સામેના રક્ષણ માટે લોકો વાડી,ખેતરો, રહેણાંક મકાનો સહિતના સ્થળોએ ચણા, ઓળા તેમજ બાજરાના રોટલા આરોગવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે વઢવાણ એપીએમસીના થડાઓમાં વઢવાણી મરચા તેમજ રીંગણાઓની બોલબોલા શરૂ થઇ છે. વહેલી સવારથી ઓળો એટલે કે રિંગણાનું ભડથુ બનાવવા માટેના નાના મોટા રિંગણા તેમજ મરચાની ખરીદી કરવા મહિલાઓ તેમજ પુરૂષો આવી રહ્યા છે. ત્યારે આ અંગે શાકભાજીના વેપારી રૂપાભાઈ ભીખાભાઈ પરનારીયાએ જણાવ્યુ કે, શિયાળુ ઋતુના કારણે આવા રિંગણાઓની માંગ વધી છે અને એક કિલોનો ભાવ રૂ. 30 છે.

અન્ય સમાચારો પણ છે...