તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂકાભઠ્ઠ રણકાંઠામાં લીલોતરી:પાટડીના ચાર શાળાના એક જ મેદાનમાં 1100થી વધુ વૃક્ષોની હરીયાળી, કમ્પ્યુટર લેબમાં એસીની જરૂર જ નથી પડતી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલાલેખક: મનીષ પારીક
1637 વિદ્યાર્થીઓને ધરાવતી ચાર શાળામાં 1121 ઘટાદાર વૃક્ષોની લાઇન બંધ હારમાળા : કમ્પ્યુટર લેબમાં એસીની જરૂર જ નથી પડતી
  • 1637 વિદ્યાર્થીઓને ધરાવતી ચાર શાળામાં 1121 ઘટાદાર વૃક્ષોની લાઇન બંધ હારમાળા
  • 45 ડીગ્રી તાપમાનમાં પણ એસી વગર બહાર કરતા વર્ગમાં 2 ડીગ્રી તાપમાન ઓછું

અંદાજે 25 હજાર ચોરસ વારમાં ફેલાયેલા પાટડીના એક મેદાનમાં આવેલી ચાર શાળાના મેદાનમાં કુલ 1637 વિદ્યાર્થીઓ સામેં 1121 વૃક્ષો વાવેલા છે. જેથી આ ચારેય શાળાઓમાં 40થી 45 ડીગ્રી સુધીના તાપમાનમાં એસી ન હોવા છતાં બહાર કરતા વર્ગમાં તાપમાન બે ડીગ્રી ઓછું જોવા મળે છે. આ ચારેય શાળાની કમ્પ્યુટર લેબમાં પણ એસીની જરૂર નથી પડતી. અગાઉ અહીંના મેદાનમાં રાજ્ય કક્ષાનો કબડ્ડી રમતોત્સવ યોજાયો હતો.

શ્રી નાનુબાપા કન્યાશાળા
શ્રી નાનુબાપા કન્યાશાળા

પાટડી-ખારાઘોડા રોડ પર અંદાજે 25 હજાર ચોરસ વારમાં ફેલાયેલા મેદાનમાં એક હાઇસ્કુલ, એક કન્યાશાળા અને બે પ્રાથમિક શાળાઓ આવેલી છે અને આ ચારેય શાળાઓમાં મળીને કુલ 1637 વિદ્યાર્થીઓ ધોરણ એકથી 12 ધોરણ સુધીનો અભ્યાસ કરે છે. પાટડીના આ ચારેય શાળાઓની મુલાકાત લો તો તમને શાળા અને મેદાનના ફરતે હવા સાથે વાતો કરતા લહેરાતા ઘટાદાર વૃક્ષોની લાઇન બંધ હારમાળા જોવા મળે છે. બીજી બાજુ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં ઝાલાવાડના અન્ય વિસ્તાર કરતા ગરમી સવિશેષમાં પડે છે.

શ્રી સુરજ મલજી હાઇસ્કુલ
શ્રી સુરજ મલજી હાઇસ્કુલ

આ વર્ષે આકરા ઉનાળામાં ગરમીનો પારો છેક 45થી 47 ડીગ્રીએ પહોંચવા પામ્યોં હતો. હાલમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ પવન અને વાવાઝોડાના પગલે ગરમીનો પારો નીચે ગયો છે. ત્યારે પાટડીના એક જ મેદાનમાં આવેલી ચારેય શાળાના એક પણ રૂમ કે ઓફિસમાં એસી નથી. આ ચારેય શાળાના મેદાનમાં લહેરાતા 1637 વૃક્ષોના લીધે બહાર કરતા શાળાના વર્ગોમાં તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. દિવ્યભાસ્કરની ટીમેં બપોરે બે કલાકે કરેલી જાત તપાસમાં બહારનું તાપમાન 41.2 ડીગ્રી હતુ. અને એજ સમયે શાળાના વર્ગોમાં તાપમાન 39.1 ડીગ્રી નોંધાયું હતુ.

મેદાનમાં 41.2 ડીગ્રી તાપમાન
મેદાનમાં 41.2 ડીગ્રી તાપમાન

પાટડીના એક જ મેદાનમાં આવેલી ચારેય શાળાઓની સવિસ્તાર માહિતી

પાટડી ખાતે આવેલી શ્રી સુરજમલજી હાઇસ્કુલમાં ધોરણ નવથી 12માં 850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે આ શાળાના મેદાનમાં 500થી વધુ વૃક્ષો લહેરાઇ રહ્યાં છે. જ્યારે એની બાજુમાં આવેલી રઘુવીરસિંહજી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં 188 વિદ્યાર્થીઓ સામે કુલ 126 વૃક્ષો છે. જ્યારે શ્રી નાનુબાપા કન્યાશાળામાં ધોરણ એકથી પાંચમાં 178 વિદ્યાર્થીનીઓ સામે 145 વૃક્ષો લહેરાઇ રહ્યાં છે. જ્યારે શ્રી સુરજમલજી પ્રાથમિક શાળામાં 421 વિદ્યાર્થીઓ સામે 350 વૃક્ષો છે. આમ પાટડીના એક જ મેદાનમાં આવેલી ચારેય શાળાઓમાં મળીને 1637 વિદ્યાર્થીઓ સામે કુલ 1121 વૃક્ષો હવા સાથે વાતો કરતા લહેરાઇ રહ્યાં છે

વર્ગની અંદર 39.1 ડીગ્રી તાપમાન
વર્ગની અંદર 39.1 ડીગ્રી તાપમાન

લહેરાતા વૃક્ષો પાછળ ભૂતપૂર્વ આચાર્ય અને શિક્ષકોનો બહોળો ફાળો

આ લહેરાતા વૃક્ષો અંગે શ્રી સુરજ મલજી હાઇસ્કુલના આચાર્ય ઉપેન્દ્રભાઇ સથવારાએ જણાવ્યું હતું કે, અમારી હાઇસ્કુલમાં લહેરાતા અંદાજે 500 જેટલા વૃક્ષો માટે ભૂતપૂર્વ આચાર્ય ભગવાનભાઇ સહિતના આચાર્ય સહિતના શિક્ષકોનો બહોળો ફાળો છે. અહીં અંદાજે 10 હજાર ચો.વારમાં ફેલાયેલુ વિશાળ મેદાન છે. જે સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી મોટું અને વિશાળ મેદાન છે. અહીં અગાઉ રાજ્યકક્ષાનો કબડ્ડી રમતોત્સવ પણ યોજાયો હતો.

શ્રી સુરજમલજી હાઇસ્કુલ
શ્રી સુરજમલજી હાઇસ્કુલ

શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસથી હરીયાળી છવાઇ તો રઘુવિરસિંહજી પ્રાથમિક શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસથી શાળાના મેદાનમાં અને શાળા બહાર લહેરાતા લાઇનબધ્ધ વૃક્ષોની હારમાળાથી હરીયાળી ક્રાંતિ સર્જાઇ છે અને એમાં અમારી શાળાના નિવૃત શિક્ષક હર્ષદભાઇ જોશીનો પણ સિંહ ફાળો છે.

શ્રી નાનુબાપા કન્યાશાળા
શ્રી નાનુબાપા કન્યાશાળા

કન્યાશાળામાં દરેક બાળાના જન્મદિને એક છોડ ઉછેરવામાં આવે છે

આ અંગે શ્રી નાનુબાપા કન્યાશાળાના આચાર્ય ત્રિકમભાઇ પરમારે જણાવ્યું હતું કે, અમારી કન્યાશાળામાં કોઇ શિક્ષક કે વિદ્યાર્થીનીનો જન્મ દિવસ હોય તે દિવસે એક છોડનું શાળાના જ મેદાનમાં વાવેતર કરવામાં આવે છે અને એક છોડને ઉછેરવાની જે તે શિક્ષક કે વિદ્યાર્થીનીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે.

શ્રી સુરજમલજી હાઇસ્કુલ
શ્રી સુરજમલજી હાઇસ્કુલ

બહારથી આવતા અધિકારીઓ અને વાલીઓમાં શાળાના વૃક્ષો આકર્ષણનું કેન્દ્ર

સુરજમલજી પ્રાથમિક શાળાના આચાર્ય દિપક શર્માએ જણાવ્યું હતું કે, શાળાના મેદાનની ફરતે અને શાળાના પ્રાંગણમાં લહેરાતા વૃક્ષો વાલીઓની સાથે બહારથી શાળાની મુલાકાતે આવતા અધિકારીમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. રીસેશમાં શાળાના ભુલકાઓ આ વૃક્ષોની છાયામાં બેસીને નાસ્તો કરે છે.

અન્ય સમાચારો પણ છે...