એક્સ મેનનો દરજ્જો:અર્ધલશ્કરના નિવૃત્ત કર્મીઓને રાજ્ય એક્સ મેનનો દરજ્જો આપો

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર કોન્ફેડેરેશન ઓફ એક્સ પેરામીલેટરી ફોર્સ કિશોરભાઇ ચાવડા, રમેશચંદ્ર લકુમ, એ.ડી.ઝાલા સહિત નિવૃત પેરામીલેટરી જવાનોએ સાંસદ ઓફિસ અને કલેક્ટર કચેરીમાં લેખિત આવેદન પાઠવ્યું હતું. જે મુજબ અર્ધલશ્કર ગુજરાત રહેવાસી ભાઇઓને રાજ્ય પૂરતો એક્સમેનનો દરજ્જો આપવા માગ કરી હતી.

અર્ધલશ્કર દળના જવાનના બાળકોને અભ્યાસમાં આરક્ષણની સુવિધા, ગુજરાતના દરેક જિલ્લામાં પેરામીલેટરી કલ્યાણ બોર્ડ ખોલવા, જ્યારે એક્સ પેરામીલેટરીના અને બિનહથિયારીભાઇઓને સરકારની સંસ્થા, બેંક જ્યાં સુરક્ષાની જરૂરિયાત હોય ત્યાં સંગઠનના માધ્યમથી નિયુક્તિ આપવા જેવી સુવિધા મળી શકે માગ કરી હતી.

ઉપરાંત પેરામીલેટરી જવાનના નિવાસ બિલમાં રાહત, સરકારી ભરતીમાં નિવૃત પેરામિલિટરી કર્મીને આરક્ષણ, શહીદ જવાનના પરિવારના સદસ્યને યોગ્યતાના આધારે રહેમરાહે નોકરી, ગુજરાત સરકાર દ્વારા અપાતા એક્સગ્રેસિયાની આર્થિક સહાય વધારવા સહિત લાભો આપવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...