દાન પૂણ્ય:મોરબીના વાંકાનેર રાણીમાં-રૂડીમાં ગૃપ દ્વારા મકરસક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિરણનું અનુદાન

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાણીમાં-રૂડીમાં ગૃપ દ્વારા મકરસક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિરણનું અનુદાન - Divya Bhaskar
રાણીમાં-રૂડીમાં ગૃપ દ્વારા મકરસક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિરણનું અનુદાન
  • રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી સમગ્ર જિલ્લામાં રૂ. 7.51 લાખની કડબ નિરણ ગાયો માટે ગૌશાળાઓને અર્પણ કરવામાં આવ્યું

14મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે દાન-પુણ્યનું ખૂબ મહત્વ છે. આ દિવસે લોકો વહેલી સવારથી જ ગાયોને ઘાસચારો નિરવામાં કે મંદિરમાં દર્શનની સાથે ગરીબોને દાન-પુણ્યનું કામ અવશ્ય કરે છે. ત્યારે મોરબીના વાંકાનેર રાણીમાં-રૂડીમાં ગૃપ દ્વારા મકરસક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિરણનું અનુદાન કરવામાં આવ્યું હતુ. જેમાં રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી સમગ્ર જિલ્લામાં રૂ. 7.51 લાખની કડબ નિરણ ગાયો માટે ગૌશાળાઓને અર્પણ કરવામાં આવ્યું હતુ.

વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિરણ કડબ મોકલવામાં આવે છે. એમ આ વર્ષે પણ 33 ગાડી ભરી ભરીને નિરણ કડબ મોકલવામા આવેલું છે. રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી સમગ્ર જિલ્લામાં રૂ. 7.51 લાખની કડબ નિરણ ગાયો માટે ગૌશાળાઓને અર્પણ કરી મકરસંક્રાંતિની સેવાકીય ઉજવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...