મોરબી શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વિવિધ સંસ્થાઓ અને વેપારી એસોશિએશનોએ સ્વૈચ્છિક તેમજ આંશિક લોકડાઉનની જાહેરાતો કરી છે. જે અંતર્ગત મોરબીમાં તેલ, ગોળ અને કઠોળના હોલસેલ વેપારીઓ તારીખ પાંચ સોમવારથી અડધો દિવસ જ વેપાર કરશે. જો કે મોરબીના અનાજ કરિયાણાના છૂટક વેપારીઓ દ્વારા આવો કોઈ નિર્ણય લેવાયો નથી.
કોરોનાના કહેરની વચ્ચે મોરબીમાં આવેલી આશરે 80 જેટલા અનાજ- કરિયાણાના હોલસેલ વેપારીઓએ આગામી તા.5ને સોમવારે સવારથી લઈને બપોરે બે વાગ્યા સુધી જ પોતાના વેપાર ધંધા ચાલુ રાખવાનો સ્વૈચ્છીક નિર્ણય લીધો છે. મોરબી ખાદ્યતેલ વેપારી એસોસિએશન અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશને જાહેર કર્યું છે કે, સોમવારે સવારથી બપોરે બે વાગ્યા સુધી જ તેઓ પોતાની દુકાનો ખોલશે. આગમી નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. જોકે અનાજ કરિયાણાના છૂટક વેપારીઓએ હજુ આંશિક વેપાર-ધંધા બંધ રાખવાનો કોઈ નિર્ણય લીધો નથી. આમ મોરબીના જુદા-જુદા ત્રણ હોલસેલ વેપારી સંગઠન દ્વારા અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખવાના નિર્ણયથી મોરબીમાં લોકડાઉનની વ્યાપક અફવા પણ ફેલાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.