સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાની 50મી શાખા:સુરેન્દ્રનગરના માળોદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામિનારાયણ ગુરૂકુળનો શિલાન્યાસ કર્યો

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના માળોદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામિનારાયણ ગુરૂકુળનો શિલાન્યાસ કર્યો - Divya Bhaskar
સુરેન્દ્રનગરના માળોદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વામિનારાયણ ગુરૂકુળનો શિલાન્યાસ કર્યો
  • આજની શિક્ષણ પદ્ધતિ ફેક્ટરી સમાન બની ચુકી છે ખરા અર્થમાં ગુરૂકુળમાં અપાતી વિદ્યા દેશના વિકાસ માટે ફાળો આપી રહી છે: રાજ્યપાલ
  • કરોડો રૂ.ના ખર્ચે નિર્માણ પામશે સ્વામિનારાયણ મંદિર ગુરૂકુળ

સુરેન્દ્રનગરના માળોડ ગામ ખાતે આજે ગુરૂકુળનો શિલાન્યાસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વધુ એક ગુરુકુળની સ્થાપના થાય અને બાળકો સારું શિક્ષણ મેળવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા 50મી શાખાની સ્થાપના સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી છે. આ તકે જિલ્લામાં આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પધાર્યા હતા.

દેશ વિદેશમાં 49 જેટલી શાખા સંસ્થાઓ દ્વારા સામાજિક, ધાર્મિક અને શૈક્ષણીક સેવા કાર્યોની સરિતા અવિરત વહી રહી છે. આજે 50મી નૂતન શાખા સુરેન્દ્રનગર ગુરુકુલનો શિલાન્યાસ સમારોહ ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રથમ શિલાપૂજન કરવામાં આવ્યું હતું. તથા મહંત સ્વામી, લક્ષ્મીનારાયણ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, રાકેશ દુધાત, ધીરુ કાકડિયા, મંત્રી મહેન્દ્ર મુંજપરા, ધનજી પટેલ, કે. સી.સંપટ (કલેકટર) વગેરે મહાનુભાવોએ પણ શિલાપૂજન કર્યું હતું.

શિલાપૂજન બાદ આચાર્ય દેવવ્રતજી સભા મંડપમાં આગમન થયેલા મહંત સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણનું તુલસીદલથી પૂજન કર્યા બાદ ગુરુ મહારાજ, રાજયપાલ અને સંત મહાનુભાવોનું ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું. રાકેશ દુધાતે શિલાન્યાસ પ્રસંગે અભિવાદન પ્રવચન કર્યું હતું અને ત્યારબાદ આચાર્ય દેવવ્રતે પોતાના હ્રદયના ઉદ્ગારો રજુ કર્યા હતા. અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનનો હૃદયથી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, ગુરૂકુળે અનેક બાળકોને અભ્યાસ સાથે સંસ્કાર પ્રદાન કરી ખૂબ જ મોટી દેશ સેવા કરી છે. ત્યારબાદ રાજ્યપાલે બધાને પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી.

આ તકે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો ઉપસ્થિત રહી અને ધાર્મિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં ગુરુકુળ ભવ્ય બને અને ત્યાં બાળકોને તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવે અને ધાર્મિક વાતાવરણ ઉભુ કરવામાં આવે તેવા પ્રયાસો ગુરુકુળના માધ્યમથી માળોડ રોડ ઉપર હાથ ધરવામાં આવશે. રાજ્યપાલના હસ્તે શિલાન્યાસ આ ગુરુકુળના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના રતનપર માળોદ રોડ ઉપર કરોડોના ખર્ચે ભવ્ય ગુરુકુળ નિર્માણ માટે આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગમાં ખાસ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પધાર્યા હતા. ત્યારે આજના શિક્ષણ કાર્ય ઉપર રાજ્યપાલે આકરા પ્રહારો કર્યા હતા અને ખાનગી કંપની સાથેના ફેક્ટરી સાથે આજનું શિક્ષણ પદ્ધતિ સરખામણી કરવામાં આવી છે. ત્યારે સાચું શિક્ષણ ગુરુકુળમાં આપવામાં આવતું હતુ અને આગામી દિવસોમાં ભારતના દરેક રાજ્યમાં ગુરુકુળની ફરી સ્થાપના થવાથી ભારત ફરી એક વખત જૂની પરંપરાગત રીતે વિદ્યા મેળવી અને ફરી વખત ભારતની ધરતી ઉપર સંતો-મહંતો અને ખગોળશાસ્ત્રી અને જે વિશ્વમાં જ્ઞાનના ડંકા ભારતના વાગતા હતા તે ફરી વખત વાગે તે માટે ગુરુકુળની સ્થાપના થવી જોઈએ તેવું રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગરના માળોદ રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે ગુરુકુળનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા આ ગુરુકુળના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો છે. ત્યારે રાજ્યપાલ દ્વારા પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકોને સારું જ્ઞાન મળે અને જીવનશૈલી તથા સંસ્કારોનું સિંચન થાય તે માટે ગુરુકુળનો શિલાન્યાસ આજે માળોદ રોડ ઉપર દેવવ્રત આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે.

ગ્રામીણ વિસ્તારના છેવાડાના ગામનો વિકાસ થાય તે માટે રાજ્યપાલ દ્વારા પ્રવાસ હાથ ધરવામાં આવ્યો છે. કચ્છના ગામડા તેમજ અંતરિયાળ ગામડાઓની મુલાકાત લઇ તેમને પ્રાકૃતિક ખેતી તેમજ અન્ય તેમને જે સુવિધા જોતી હોય તે માટે સરકાર પ્રયાસો હાથ ધરાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવા અને છેવાડાના માનવીને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે રાજ્યના રાજ્યપાલ છેલ્લા ચાર દિવસથી ગુજરાત રાજ્યના પ્રવાસે નીકળ્યા છે. ત્યારે તેમનો એજન્ડા હતો. તે રાજ્યપાલે ત્રણ દિવસમાં પૂર્ણ કરી અને ચોથા દિવસે સુરેન્દ્રનગરના માળોડ ખાતે આવી અને ગુરુકુળનો શિલાન્યાસ કર્યો છે. ભારતનો વિકાસ ખરા અર્થમાં યુવાપેઢીમાં આવતા સંસ્કારોનું સિંચન જ કરી શકે તેવા અભિગમ સાથે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા ગુરુકુળનો શિલાન્યાસ કરવામાં આવ્યું છે.

રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા આજે ગુરુકુળના શિલાન્યાસ ઉપરાંત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્યતા આપવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેની સાથે ગાય માતાનું પાલન કરે, પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાઇ અને દેશમાં થતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અટકાવે તે માટે ખેડૂતોને અપીલ કરાઈ હતી. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અટકાવવાનો માત્ર એક જ ઉપાય છે. તે પ્રાકૃતિક ખેતી હોવાનું પણ રાજ્યપાલ દેવવ્રત દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા પ્રશાસન વિભાગ સાથે બેઠક યોજી અને રાજ્યપાલ દ્વારા આગામી દિવસોમાં જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્યતા આપવામાં આવે તે માટે તંત્ર પણ પ્રયાસો હાથ ધરે તેવી જરૂરી સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...