વિતરણ:સરકારી શાળા શેઠ NTMના 95માં જન્મદિવસની ઉજવણી

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
200 જેટલી સેનિટાઈઝર બોટલ અને માસ્કનું  વિતરણ કરાયું. - Divya Bhaskar
200 જેટલી સેનિટાઈઝર બોટલ અને માસ્કનું વિતરણ કરાયું.
  • શહેરમાં માસ્ક એ જ વેકસીનના ભાગ રૂપે,200 જેટલી સેનિટાઈઝર બોટલ અને માસ્કનું વિતરણ

માસ્ક એજ હાલ ઉત્તમ વેક્સિનના ભાગ રૂપે 9 ડિસેમ્બરે સુરેન્દ્રનગરની શાળા શેઠ એન.ટી.એમ હાઈસ્કૂલનો સ્થાપના દિવસ હોઈ શાળાના 95 વર્ષ પૂર્ણ થાય છે. આ પ્રસંગે હાલની કોવિડ પરિસ્થિતિ અનુરૂપ શાળા પરિવારે એની ઉજવણી કરી હતી.સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ. હાઇસ્કૂલના આચાર્ય અમીન ઘેસાણી અને તમામ સ્ટાફના સહકારથી શાળા શિક્ષણ ઉપરાંત પણ અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમો કરી લોકોમાં કોવિડની જાગૃતિ આવે તેવા કાર્યો કરાયા છે. હાલના સમયમાં માસ્ક જ સૌથી બેસ્ટ ઉપાય છે. ત્યારે માસ્ક નહિ પહેરનાર જરૂરિયાતમંદ લોકોને શાળાના ગેઇટ પાસે, મલ્હાર ચોક, જેલચોક તેમજ અન્ય ટ્રાફિકવાળી જગ્યાઓએ ટીમો દ્વારા 200 જેટલી સેનિટાઈઝર બોટલ અને માસ્કનું વિતરણ કરી કોરોના વાયરસથી સમગ્ર સમાજના હિત માટે જાગૃત થાય એવો સમાજ ઉપયોગી કાર્ય કર્યું હતું. શાળાના તમામ શૈક્ષણિક, બિનશેક્ષણિક કર્મચારીઓ તેમજ સ્વ. વસંતબેન અમૃતલાલ શાહ પરિવારના સહકારથી આ કાર્ય કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...