તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સરકારની જિલ્લાને 1 જ દિવસ માટે 40,000 ડોઝની ફાળવણી, જિલ્લામાં રવિ-સોમ 2 દિવસ રસીકરણ બંધ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસી માટે 31 ઓગસ્ટે મહા મંગળવાર, શનિવારે 8113એ રસી લીધી

જિલ્લામાં 31 ઓગસ્ટનો દિવસ રસીકરણને લઇને મહા મંગળવાર બની જાય તેવી શકયતાઓ છે. કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચિત કરવા ખાસ કોવિડ-19 સુપર રસીકરણ મેગા ડ્રાઇવનું જિલ્લામાં આયોજન કરાયું છે. સરકારે જિલ્લાને અત્યાર સુધીમાં ન ફાળવ્યો હોય તેટલો એક જ દિવસ માટે 40,000 ડોઝની ફાળવણી કરાઇ છે. જિલ્લામાં 28 ઓગસ્ટે 8113 લોકોએ રસીનો લાભ લીધો હતો.

178 ગામડાંમાં 100 ટકા રસીકરણ
જિલ્લામાં અત્યાર સુધીમાં 8,52,065 લોકોના પ્રથમ તેમજ 1,78,045 લોકોના બીજા ડોઝ સાથે કુલ 10,30,110 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં જિલ્લાના 3 પીએચસી સાથે કુલ 178 ગામડાંઓમાં 100 ટકા રસીકરણ થયુ હોવાનું બહાર આવ્યું હતું. જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ અને જે વ્યક્તિએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને 28 દિવસ પૂર્ણ થયા હોય તેમજ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધેલો હોય અને 84 દિવસ પૂર્ણ થયા હોય તેવા લાભાર્થીઓના બીજા ડોઝ માટે જિલ્લાના ગ્રામીણ, શહેરી વિસ્તારોને આવરી લેતી કુલ 200 જગ્યાએ રસીકરણનું સેશનનું ખાસ આયોજન મહા મંગળવારે કરાયું છે. દરેક સેશન સાઈટ પર એક દિવસમાં ઓછામાં ઓછા 200 લાભાર્થીને રક્ષિત કરી શકાય છે. સૌને ઉત્સાહભેર ભાગ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણિકુમાર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...