તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની રફતાર ધીમી:શુભ શુક્રવાર : જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીં અને કોઇ મોત પણ નહીં

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં મે માસમાં ધીમી પડેલી કોરોનાની રફતાર દિવસે દિવસે શૂન્ય તરફ વધી રહી છે. ત્યારે જિલ્લામાં શુક્રવારે એકપણ કોરોના કેસ નોંધાયો નહી કે કોઇનું કોરોનાથી મૃ્ત્યુ થયુ ન હતુ. જ્યારે જિલ્લામાં શુક્વારે 9966 લોકોએ કોરોનાથી રક્ષણ આપતી રસી લેતા રસીકરણ આંક 3,77,974 પર પહોંચ્યો છે.

ઝાલાવાડમાં મે માસથી શરૂ થયેલા કોરોનાના વળતા પાણી જુન માસમાં પણ યથાવત રહ્યા છે. જેમાં કોરોનાના કારણે લોકો સંક્રમણનો આંકડો પણ સતત ઘટી રહયો છે. જ્યારે કોરોનાના કારણે લોકોના મોતનો આંક પણ અટકી ગયો છે. જેમાં તા.14મેના રોજ એક મોત નોંધાયા બાદ છેલ્લા 33 દિવસથી એક પણ મોત નોંધાયુ નથી. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમીત અને મોતની સંખ્યા પણ ઝીરો રહી છે. ત્યારે શુક્રવારે જિલ્લામાં 489 આરટીપીસીઆર 255 એન્ટીજન ટેસ્ટ એમ કુલ 738 લોકોના ટેસ્ટ કરાયા હતા.

જેમાં એક પણ વ્યક્તી કોરોના પોઝીટીવ આવ્યો ન હોવાથી જિલ્લામાં કોરોના આંક શુક્રવારે પણ શુન્ય રહ્યો હતો. જ્યારે જિલ્લામાં એક પણ મોત નોંધાયુ નહતુ. આ ઉપરાંત કોરોના રસી લેવા અંગે લોકોમાં સતત જાગૃતતા આવી રહી હોવાથી શુક્વારે 42 રસીકરણ કેન્દ્રો પર 9966 લોકો કોરોના રસી લીધી હતી. જ્યારે જિલ્લાનો રસીકરણ આંક 3,77, 974 પર પહોંચ્યો છે. જેમાં રસીનો પ્રથમ ડોઝ 2,99,469 અને બીજો ડોઝ 78,505 લોકોએ લીધો છે.જેમાં 3,07,209 લોકોએ કોવીડ સીલ્ડ અને કોવેક્સીન 70,755 લોકોએ લીધી હોવાનું નોંધાયુ છે.

અન્ય સમાચારો પણ છે...