તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ કીડીખાઉ દિવસ:જિલ્લામાં અતિદુર્લભ એવા કીડીખાઉની સારી વસાહત

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સતત શિકારને લીધે લુપ્ત થવાના આરે

ગુજરાતીમાં કીડીખાઉ અને અંગ્રેજીમાં પીન્ગોલીયન તરીકે ઓળખાતા દુર્લભપ્રાણીના નામે આજે આખા વિશ્વમાં વર્લ્ડ પેન્ગોલિયન ડે તરીકે ઉજવણી કરાશે. વધુપડતા શિકારને લઇ સતત ઘટતી સંખ્યને લીધે ઓછા દેખાતા આ પ્રાણી સુરેન્દ્રનગરમાં પણ જોવા મળે છે.

આજે વિશ્વ આખામાં અતીદુર્લભ પ્રાણીતરીકે ઓળખાતા કીડીખાઉ એટલે પીન્ગોલીનય ડે તરીકે ઉજવણી થનાર છે.અંગ્રેજીમાં પેન્ગોલિયન ગુજરાતીમાં ખીડિખાઉંના નામે ઓળખાતા પ્રાણીને દેશી ભાષામાં સાલવાના નામે ઓળખાતું આ પ્રાણી નિશાચર છે. આ 8 થી 15 કિલો વજન ધરાવતુ રંગે ભુખરૂ બદામી પ્રાણી દિવસે ઝાડી-જાખળા અથવા જુના પડી ગયેલા ઝાડોની બખોલ અથવા જમીનમાં 10થી 11 ફુટની ભોણ માં આરામ કરે છે. અને રાત્રીના સમયે ઉધઈના રાફડા આજુબાજુમાં ફરતું રહે છે.આની જોવાની શક્તિ એટલી બધી સારી નથી પણ સૂંઘવાની અને સાંભળવાની શક્તિ બહુજ વધારે સારી હોવાથી એના શિકાર સુધી સરળતાથી પહોંચી શકે છે.

પ્રાણીની ભીંગડાનો દેશી દવામાં ઉપયોગને લઇ શિકારને લઇ સંખ્યા ઘટી રહી છે. પરંતુ તે ગુજરાતમાં મુખ્યત્વે ગીર, ભાવનગર, કચ્છ અ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળે છે.

પીન્ગોલીયન કહેવાય
સતત શિકારના કારણે પહોંચેલા આ પ્રાણીને લુપ્ત થતુ અટકાવવા ઈન્ટરનેશનલ યુનિયન ફોર કોન્ઝર્વેશન ઓફ નેચર આઈ.યુ.સી.એન દ્વારા આ પ્રાણીને વિનાશના આરે કેટેગરીમાં મુક્યુ છે. જ્યારે પ્રાણીઓના રહેઠાણો નાશ થતા એની ઘટાડો થવા થયો છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ 18 ફેબ્રુઆરીને ‘વર્લ્ડ પેન્ગોલિયન ડે ઉજવણી કરીને તેને બચાવવા પ્રયાસો થઈ રહ્યા છે. આથી આ પ્રાણીને બચાવવાના સૌ વન્યપ્રાણી પ્રેમિઓને હું અપીલ કરૂ છુ કે આપણે સૌ સાથે મળીને આ સુંદર પ્રાણીનું સંરક્ષણ કરીએ.> દેવવ્રતસિંહ મોરી, પક્ષીવિદ્દ અને વાઈલ્ડ લાયફ ફોટોગ્રાફર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો