• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Going To The Home Guard In Patdi, A Young Man From The Neighborhood Was Threatened On A Common Issue, A Police Complaint Was Lodged After He Fractured Me.

નજીવી બાબતે હાથ ભાંગી નાખ્યો:પાટડીમાં હોમગાર્ડ જવાને પાડોશી યુવાન પર સામાન્ય મુદ્દે ધોકાવાળી કરી, માર મારી ફ્રેક્ચર કરી નાખતાં પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં હોમગાર્ડ જવાને પાડોશી યુવાન પર સામાન્ય મુદ્દે ધોકાવાળી કરી - Divya Bhaskar
પાટડીમાં હોમગાર્ડ જવાને પાડોશી યુવાન પર સામાન્ય મુદ્દે ધોકાવાળી કરી
  • જવાનના ભાઇ-ભાભીએ પણ માર મારતાં પોલીસ ફરિયાદ
  • યુવાનના હાથે ફ્રેક્ચર થયું, પ્રથમ પાટડી પછી સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડાયો
  • પાટડી પોલીસ મથકે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ

પાટડીના શંકરપુરા વિસ્તારમાં રહેતા અને પાટડી હોમગાર્ડ યુનિટમાં તથા જવાહર સ્કૂલ પાટડી કેન્દ્ર નંબર-103 મધ્યાહન ભોજનમાં સંચાલક તરીકે કાર્યરત ભરત લાલજી ચૌહાણે નજીવી બાબતે તેમની પડોશમાં રહેતા સામાન્ય પરિસ્થિતિ ધરાવતા યુવાન પર ધોકાવારી કરી હતી. જેમાં યુવાનને ડાબા હાથે ઈજા પહોંચી હતી. જેને પ્રથમ સારવાર અર્થે પાટડી તથા ત્યારબાદ સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. આ સાથે હોમગાર્ડ જવાનના એડવોકેટ ભાઇ તથા હોમગાર્ડ જવાનના પત્ની અને અન્ય એક યુવાને પણ માર માર્યો હોવાના આક્ષેપ સાથે પાટડી પોલીસ મથકે ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી.

નજીવી બોલાચાલીમાં માર માર્યો

પાટડી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ રાત્રીના સમયે શંકરપુરા વિસ્તારમાં પાડોશી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થવા પામી હતી. જેમાં પાટડી હોમગાર્ડ યુનિટમાં કાર્યરત અને છેલ્લા ઘણા સમયથી દિવસ દરમિયાન પાટડી પોલીસ મથકે જ ફરજ બજાવતા હોમગાર્ડ જવાન ભરત લાલજી ચૌહાણે પાડોશમાં રહેતા અને સામાન્ય પરિસ્થિતિ ધરાવતા કપિલ પરમાર નામના યુવાન પર ધોકા વડે હુમલો કરી ડાબા હાથે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું. જેથી પ્રથમ યુવાનને પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આ સાથે જ હોમગાર્ડ જવાનના એડવોકેટ ભાઇ તથા હોમગાર્ડ જવાન પત્ની અને અન્ય એક યુવાને મળી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી કપિલ પરમારની પત્નીને આપી હોવાની પાટડી પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધાવા પામી હતી.

કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાઇ

હોમગાર્ડ જવાન પર એફઆઈઆર નોંધાતા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા આરોપી ભરત ચૌહાણ જવાહર સ્કૂલ પાટડી કેન્દ્ર નંબર-103માં મધ્યાહન ભોજનમાં સંચાલક તરીકે કાર્યરત છે. આ બાબતે પાટડીના મામલતદાર પ્રીતિબેન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જો તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હશે તો અમારા દ્વારા ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાટડી પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી દિવસ દરમિયાન પોલીસ મથકે જ ફરજમાં આવતા હોમગાર્ડ જવાને ઓફ ડ્યુટી દરમિયાન પાડોશી સાથેના ઝઘડામાં કાયદો હાથમાં લેતા પાટડી પોલીસે ફરિયાદને આધારે હોમગાર્ડ જવાન તથા એડવોકેટ અને અન્ય બે મળી કુલ ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.

ખાતાકીય કાર્યવાહી હાથ ધરાશે

યુવાનને ધોકા વડે માર મારી ફેક્ચર કર્યું હોવાનો આરોપી ભરત ચૌહાણ એ પાટડી હોમગાર્ડ યુનિટમાં સભ્ય અને પાટડી જવાહર સ્કુલ મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-103માં સંચાલક તરીકે કાર્યરત છે. તેથી હોમગાર્ડ યુનિટ અને પાટડી મામલતદાર તરફથી ખાતાકીય કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...