રજૂઆત:સુરત કામરેજ હત્યાકાંડના આરોપીને કડક સજા આપો : આમ આદમી પાર્ટી

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી માંગ કરાઈ

સુરતના કામરેજમાં જાહેરમાં એકતરફી પ્રેમીએ યુવતીને ચાકુ મારી હત્યાનો બનાવ બન્યો હતો. જેના આરોપીની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આમઆદમિ પાર્ટી સુરેન્દ્રનગરે કલેક્ટરકચેરીમા લેખિત રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર આમ આદમિ પાર્ટીના દિપકભાઇ ચિહલા, કમલેશભાઇ કોટેચા , ધર્મેશભાઇ હાલાણી, વર્ષાબેન રાવલ સહિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ સુરતના કામરેજ યામે ગ્રીષ્મા વેકરીયા યુવતીના ઘરે જઇ ફેનીલ નામના યુવકે જાહેરમાં ગળુ કાપી હત્યા કરી હતી.યુવતીને બચાવવા જતા તેના ભાઇ પર પણ હુમલોકર્યો હતો.આયુવકને અગાઉઠપકો આપવા છતા આ બનાવ બન્યો એ ગુજરાતની કાયદો વ્યવસ્થની સ્થિતી કથળેલી બતાવે છે.

ગૃહ રાજ્ય વિભાગના આંકડા મુંજબ બે વર્ષમાં 1944 હત્યા, 1853 હત્યા પ્રયાસ, 3095 બળાત્કાર, 4829અપહરણ, 14 હજાર આત્મહત્યાના રાજ્યમાં બનાવ બન્યા છે. જેમાંના 4043 આરોપીઓ હજુ પકડવાના બાકી છે. જે ગંભીર વાત છે. આથી આ હત્યા કેસમાંન્યાય માટે ફાસ્ટટ્રેક કોર્ટમા ચલાવવા, હત્યાકાંડની તપાસ આઇ.જી.પી. કક્ષાના મહિલા પોલીસ અધીકારી ચલાવે, મૃત યુવતિના પરીવારને પોલીસ રક્ષણમળે, ગૃહમંત્રીનું રાજીનામુ લેવામાં આવે, આ હત્યાકાંડનો આરોપી જો માનસીક સંતુલન ગુમાવેલો હોય તેવુ સામે આવે તોએ તેને આકરામાં આકરી સજા થાયની માંગ કરી હતી. જ્યારે જાહેરસ્થળોએ રોમીયોગીરી અને આવારા ગર્દી અટકાવવા રાજ્યમાં પોલીસ પેટ્રોલીંગ હાથ ધરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...