રજૂઆત:બાકરથળી ગામે ફાળવેલી રહેણાંક પ્લોટનો કબજો અને સનદ આપો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિચરતા સમુદાય સમર્થન મંચની કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત
  • ચુનાના ભઠ્ઠા પાસે સારણીયા પરિવારોના ઝુંપડા ખાલી કરાવાતા રોષ

સુરેન્દ્રનગરના દુધરેજ ચુનાના ભઠ્ઠા પાસે સરાણીયા પરીવારોના ઝુંપડા હાલ ખાલી કરાવાઇ રહ્યા છે.ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી આ લોકોને બાકરથળી ગામે ફાળવેલા રહેણાંકનો પ્લોટનો કબજો અને સનદ આપવા માંગ કરી હતી.

સુરેન્દ્રગનર દુધરેજ ચુનાના ભઠા પાસે સરાણીયા પરિવારોના ઝુંપડા તંત્ર દ્વારા ખાલી કરાવાય છે.આથી વિચરતા સમુદાય સમર્થનમંચના હર્ષદ વ્યાસ ની આગેવાની મા પથુભાઈ, મનોજ માસી, ઈશ્વરભાઈ,હમીરભાઈ વગેરે સરાણીયા પરિવારો કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા.જ્યાં લેખિત રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે દુધરેજ ચુનાના ભઠ્ઠા પાસે ખાડીયાની ઝુંપડપટ્ટીમાં વિચરતી વીમુક્ત જાતી સરાણીયા પરીવારો રહે છે. જે મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.

આ પરીવારોને પ્લોટ મળે તે માટે દરખાસ્ત કરાઇ હતી.જેનો તા.22-6-21ના રોજ હુકમ થતા ગરીબોને ઘરનું ઘર સ્વપ્ન જોયુ હતુ.પરંતુ તેને 11 માસ જેટલો સમય વિત્યો છતા પ્લોટનો કબજો કે સદન અપાઇ નથી.હાલ આ લોકો જ્યાં રહે છે ત્યાં પાલિકા દ્વારા બગીચો બનાવવાની વાત ચાલુ છે.આ લોકોને ત્યાંથી ખાલી કરવા જાણ કરી છે.

થોડા દિવસો બાદ ચોમાસુ સીઝન શરૂ થશે તો આ પરીવારો અને તેમનાબાળકોની હાલક કફોડી બની જશે.જ્યારે આ પરીવારોમાં વૃધ્ધો પણ હોવાથી બાકરથળી ગામે પ્લોટ ફાળવાયા છે ત્યાં કબજો મળે તો આ પરીવાર ત્યાં જઇ ઝુંપડા બાંધી રહી શકે માટે હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થા આપવા અને વઢવાણના બાકરથળી ગામે ફાળવેલ પ્લોટોનો કબજો આપવા માંગ કરી હતી.જ્યારે કલેક્ટરે આ પરીવારોને વૈકલ્પીક વ્યવસ્થા કરવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...