તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કાયમી સફાઇ કામદારોને કિટ આપો ; ગુ.રા.કર્મચારી સંઘ

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકામાં કામ કરતા
  • છેલ્લાં પાંચ-છ વર્ષથી ડ્રેસ, વરસાદી શુટ, છત્રી, ગરમ કોટ સહિતની કિટ આપવામાં આવી ન હોવાની રાવ

સુરેન્દ્રનગર-દૂધરેજ -વઢવાણ પાલિકામાં અંદાજે 200થી વધુ જેટલા કાયમી સફાઇ કામદારો કામ કરી રહ્યા છે. પરંતુ આ કામદારોને છેલ્લા પાંચ-છ વર્ષથી કીટ ન મળતી હોવાની રાવ સાથે લેખિતમાં ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર -દૂધરેજ-વઢવાણ પાલિકામાં અંદાજે 200થી વધુ જેટલા સફાઇ કામદારો ફરજ બજાવી રહ્યાં છે.

પરંતુ આ કામદારોને કીટ ન મળતી હોવાની બાબતે ગુજરાત રાજય કર્મચારી સંઘના પ્રમખ મયુર બી.પાટડીયા દ્વારા પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, સ્વચ્છતા સિમિતના ચેરમેન હંસાબેન હરીલાલ સોલંકી, ખરીદ સમિતિના ચેરમેન ઉર્મિલાબેન ઇશ્વરભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી.

આ રજૂઆતમાં જણાવ્યા મુજબ આ પાલિકા દ્વારા કાયમી સફાઇ કામદોરને ડ્રેસ, વરસાદી શુટ, છત્રી, ગરમ કોટ વગેરે આપવામાં આવતા હતા. જે છેલ્લા પાંચ -છ વર્ષથી આપવામાં આવ્યા નથી.આથી આ બાબતની કાર્યવાહી હાથ ધરી વહેલી તકે કાયમી સફાઇ કામદારોને ડ્રેસ, વરસાદી શુટ, છત્રી, ગરમ કોટ વગેરે અપાવવા જરૂરી સૂચના અને આદેશ કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...