તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:જૂનાગઢમાં આર્મી જવાનને પોલીસે માર માર્યાના બનાવમાં ન્યાય અપાવો

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં માજી સૈનિકોએ આવેદન પાઠવી રજૂઆત કરી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં માજી સૈનિકોએ આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
  • માજી સૈનિક સેવા ફાઉન્ડેશને કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું

જૂનાગઢ રજા પર આવેલા આર્મી જવાનને પોલીસ દ્વારા માર મારવાનો બનાવ બનતા આર્મી જવાનો અને નિવૃત આર્મી જવાનોમાં રોષની લાગણી ફેલાઇ છે. આથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના આગેવાનોઅને સભ્યોએ લેખિત આવેદન પાઠવી આર્મી જવાનને ન્યાય અપાવવા અનેક ડક કાર્યવાહીની માંગ કરી હતી.

ગુજરાત રાજ્ય માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના જિલ્લા પ્રમુખ વિપુલકુમાર દવેની આગેવાનીમાં માજી સૈનિકોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લાના પાદરડી ગામના વતની કાનાભાઇ ગોવિંદભાઇ કેશવાળા જે આર્મીમાં જમ્મુ-કશ્મીરમાં ફરજ બજાવે છે. તેઓ રજા પર વતનમાં આવ્યા હતા. કોઇ કારણસર કોઇ માથાકૂટ થતા પોલીસ દ્વારા29-8-21એ કાનાભાઇને માર મારવામાં આવ્યો હતો. જ્યારે તેમના માતા અને પત્ની સાથે પોલીસે મારમારી અસભ્યવર્તન કર્યું હતું. પોલીસે નિયમો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આર્મી જવાનને 24 કલાકથી વધુ કસ્ટડીમાં રાખી શકાય નહીં.

નજીકના આર્મી સ્ટેશને સુપ્રત કરવો પડે તે નિયમનું પણ પાલન થયું નથી. જ્યારે પુરૂષ પોલીસ મહિલાને મારી શકે નહીં. જ્યારે સૂર્યાસ્ત પછી કોઇ મહિલાને પોલીસ સ્ટેશનમાં રાખી શકાયનહીં સહિત નિયમોનું પાલન થયું નથી. આથી આ બનાવના વીડિયોમાં જે પોલીસકર્મી દેખાય છે તેમને તાત્કાલિક બરખાસ્ત કરવાની માંગ કરી હતી. જો આ બનાવના દોષીઓને સોમવાર સુધી સજા નહીં મળે તો ગુજરાતના માજી સૈનિકો ગાંધીચિંધ્યા માર્ગે જૂનાગઢ એસપી કચેરીએ અનશનપર બેસવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...