સુરેન્દ્રનગર સમસ્ત વાલ્મીકી સમાજે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં લીંબડી તાલુકાના સમલ ગામે હત્યાના બનાવ બન્યો હતો.તેના ભોગ બનનાર પરીવારને ન્યાય અપાવવા માંગ કરી હતી. સુરેન્દ્રનગર સમસ્ત વાલ્મીકી સમાજના મયુરભાઇ પાટડીયા, વી.જી.મારૂ, એસ.એ.વાઘેલા સહિતનાઓએ શુક્રવારે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ વઢવાણમાં વાલ્મીકી સમાજ અને લીંબડી તાલુકાના સમલા ગામના કસ્તુરભાઇ જીલાભાઇ વાઘેલાનું તા.24-5-2022ના રોજ બે વ્યક્તીઓ દ્વારા બે રહેમીથી મારમારી મોતને ઘાટ ઉતારાયા છે.
આ બનાવને લઇ મૃતકના પત્નિ રૂપાબેન અને નાના બાળકોને ન્યાય અપાવવો જરૂરી છે.કસ્તુરભાઇનું ખુન થયા બાદ 80 ફુટ રોડ પર જમીન મામલે હત્યા થઇ હતી.જેના આરોપીનું સરઘસ કાઢી કાયદાનું ભાનકરાવાયુ હતુ.પરંતુ કસ્તુરભાઇના બનાવના આરોપીનું ન કાઢી ભેદભાવ થયો છે.આથી તે કેસના આરોપીનું પણ સરઘસ કાઢવામાં આવે.મૃતકના પરીવારને ન્યાય મળે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે.મૃતકના પત્નીને તેમના બાળકોને 8 લાખ સહાય,પેન્શન, વીમો સહિતની સહાય તાત્કાલીક આપવા સુચના અપાય તેવી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.