માગણી:લખનઉમાં દિવ્યાંગ મહિલાને ખોટી રીતે બરતરફ કરવા મામલે ન્યાય આપો

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના લખનઉમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા વિકલાંગ મહિલા આરતીસીંગને કોઇ પણ જાતની નોટીસ આપ્યા વગર ખોટી રીતે નોકરીમાં બરતરફ કરવામાં આવ્યા હોવાની રાવ સાથે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી સુરેન્દ્રનગરના પ્રકાશભાઇ સિંધવ, વસંતભાઇ પરમાર, હેતલબેન દૂધરેજીયા સહીતના સભ્યોએ કલેક્ટર કચેરીમાં લેખીત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે આરતીસીંગને તંત્ર દ્વારા ખોટી રીતે ફરજમાંથી બરતરફ કરી અન્યાય કરવામાં આવ્યો છે આથી સરકાર દ્વારા આ મામલે નિષ્પક્ષ તપાસ કરી આ સમગ્ર મામલાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...