તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લીંબડી જતી ST બ સનું જોરાવરનગર સ્ટોપેજ આપો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જોરાવરનગર-રતનપર હિતરક્ષક સમિતિએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી હતી. જેમાં સુરેન્દ્રનગર-લીંબડી-સુરેન્દ્રનગર રૂટની બસને વાયા જોરાવરનગરથી ચલાવવા માંગ કરી હતી.

લીંબડી ડેપોની 47 ટ્રીપ, સુરેન્દ્રનગર ડેપોની 24 ટ્રીપ તથા ધ્રાંગધ્રા ડેપોની 2 ટ્રીપ ચાલુ હતી. ત્યાર બાદ સમયાંતરે ઘટાડો થતા લીંબડી ડેપોની 32 સુરેન્દ્રનગર ડેપોની 16 અને ધ્રાંગધ્રા ડેપો 0 થઇ ગઇ હતી. રસ્તા ખરાબ થઇ ગયા હોવાનું જણાવી તમામ ટ્રીપો બંધ કરાઇ હતી. આથી જોરાવરનગર-રતનપર હિતરક્ષક સમિતિ ચેરમેન ભગીરથસિંહ ઝાલા, મંત્રી પી.વી.વાઘેલાએ વિભાગીય નિયામક ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમને લેખિત રજૂઆત કરી હતી. આ અંગે સુરેન્દ્રનગર ડેપો મેનેજરને રજૂઆત બાદ થોડા દિવસ ચાલુ રહ્યા બાદ ખરાબ રસ્તા હોવાનુ જણાવી ટ્રીપ બંધ કરાઈ છે.

રાજકોટ તરફ જતી અમુક બસો રિવરફ્રન્ટ ટાવર થઇ જાય છે અમુક જોરાવરનગર, રતનપર થઇ જતી હોવાથી મુસાફરને તકલીફ પડે છે. હાલ સુરેન્દ્રનગર-જોરાવરનગરને જોડતો ભોગાવો નદી હોવાથી અને વઢવાણ સુધી પાકો ડામર રોડ પર બની ગયો છે. આથી સુરેન્દ્રનગર-લીંબડી-સુરેન્દ્રનગર રૂટની બસો ટ્રીપ વાયા રાજહોટલ, રતનપર, ફાટક, જોરાવરનગર ચોક અને ગણપતિ ફાટરસર થઇ નિયમિત ચલાવવા આવે તેવી માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...