પ્રશંસનિય કામગીરી:વઢવાણના ઓવરબ્રિજ પર બાલિકાઓએ પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે ચિત્રો દોર્યા

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણના ઓવરબ્રિજ પર બાલિકાઓએ પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે ચિત્રો દોર્યા - Divya Bhaskar
વઢવાણના ઓવરબ્રિજ પર બાલિકાઓએ પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે ચિત્રો દોર્યા
  • વઢવાણના પ્રવેશદ્વારે પુલ પર સેવ ટ્રી અને થીંક ગ્રીન જેવાં સ્લોગન લખીને સુંદર ચિત્ર દોરી સમાજ માટે અનોખો રાહ ચીંધ્યો
  • પ્રર્યાવરણ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે બાલિકાઓનો અનોખો પ્રયાસ

વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી પ્રર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે. દિલ્હી જેવાં મેગા સિટીમાં પ્રદૂષણને કારણે લોકડાઉન લગાવવાની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં પણ પ્રદૂષણ નિયંત્રણ જરૂરી બન્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વઢવાણની બાલિકાઓએ પર્યાવરણ જાગૃતિના સંદેશા સાથે ચિત્રો દોરી સમાજ માટે અનોખો રાહ ચીંધ્યો છે.

શીયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે પર્યાવરણ જાગૃતિનો સંદેશો લઈને આ નાની-નાની બાળાઓએ ગામના પ્રવેશ દ્વારે સુંદર ચિત્રો દોર્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણની આમ પ્રજાને ચીત્રો દ્વારા પર્યાવરણ જાગૃતિનો અદભુત મેસેજ આપ્યો છે.

સુરેન્દ્રનગરના વઢવાણની દેવાંશીબા ગઢવી, જાનકી ગઢવી, સુરભી પંડ્યા અને નિયતિ સહિતની બાળાઓએ વઢવાણના ઓવરબ્રિજ પરની દિવાલ ઉપર સુંદર મજાના ચિત્રો દોર્યા છે. લોકોને પર્યાવરણ જાગૃતિનો સુંદર મેસેજ આપ્યો છે. વઢવાણના પ્રવેશદ્વારે પુલ પર સેવ ટ્રી અને થીંક ગ્રીન જેવાં સ્લોગન લખીને ખુબ સુંદર ચિત્ર દોર્યા છે.

ગ્લોબલ વોર્મિંગ સામે એક જ ઉપાય બચ્યો છે અને તે છે પર્યાવરણનું જતન, ત્યારે પ્રર્યાવરણ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે આ બાલિકાઓએ અનોખો પ્રયાસ કર્યો છે. જેને લોકોએ વધાવી લીધો છે. શીયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે પર્યાવરણ જાગૃતિનો સંદેશો લઈને આ નાની-નાની બાળાઓએ ગામના પ્રવેશ દ્વારે સુંદર ચિત્ર દોર્યા છે. સુરેન્દ્રનગર અને વઢવાણની આમ પ્રજાને પર્યાવરણ જાગૃતિનો અદભુત મેસેજ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...