સેવા:બાલાઆશ્રમના અનાથ અને જીવન સ્મૃતિ સંસ્થાનાં 400થી વધુ બાળકોને કપડાની ભેટ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર શહેરના સેવાભાવી યુવાને સાર્થક દિવાળી ઉજવી
  • 11 વર્ષથી​​​​​​​ યુવાન દર દિવાળી પર્વે બાળકોને કપડા અપાવવાની સેવાકરે છે

સુરેન્દ્રરનગરનો યુવાન છેલ્લા 11 વર્ષથી દર વખત દિવાળી પર્વે બાળકોને માટે સેવાકાર્ય કરી ઉજવણી કરે છે.ત્યારે આ વર્ષ શહેરના અનાથ આશ્રમ અને જીવન સ્મૃતિ આશ્રમના બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરી તેમની સાથે દિવાળીની સાર્થક ઉજવણી કરી અન્ય લોકોને પ્રેરણારૂપ કાર્યકર્યુ હતુ.

દિવાળી ના મહાપર્વ નિમિત્તે સૌને નવા કપડા ખરીદવા અને પહેરવાની ઉચ્છા હોય છે તે સ્વાભાવિક છે. ત્યારે સમાજથી અલગ એવા માનસિક દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો, અંધ, મૂક-બધિર બાળકો તથા વૃધ્ધાશ્રમના વડીલો ક્યારેક દિવાળીના તહેવારની મજા માણવાથી રહી જતા હોય છે. રતનપરમાં રહેતા રવીભાઇ ભુપતભાઇ પટગીર આવા બાળકોને માટે છેલ્લા 11 વર્ષથી દિવાળી પર્વે નવા વસ્ત્રો અપાવી સાર્થક દિવાળી ઉજવણી કરે છે.

આ અંગે રવિભાઇ ભુપતભાઇ પટગીરે જણાવ્યુ કે દિવાળીમાં જરૂરીયાતમંદ બાળકો માટે કાંઇક કરૂ આથી દર વર્ષ સેવાકાર્ય કરૂ છું આ વર્ષ પણ નવા કપડાની એક એક જોડ ડૉ.એલ.એમ.ધ્રુવ બાલાશ્રમના અનાથ બાળકોને અને વન સ્મૃતિ મંદબુધ્ધિના બાળકોની તાલીમી શાળા વઢવાણ ખાતે સંસ્થામા તાલીમ લેતા 400 બાળકોને વસ્ત્ર આપ્યા છે.

આવા જરૂરીયાતમંદોને નવાકપડા મેળવી ખુશખુશાલ ચહેરા અનેરો આનંદ મળે છે .જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.આ સેવકાર્યમાં વેક્ફેર કમીટીના ચેરમેન જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ. કે. ભટૃ, અતુલભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ શાહ સહિત સેવાભાવી લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...