સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ઘુડખર અભયારણ્યમાંથી ઘુડખર છેક મુળી તાલુકાનાં ગામોમાં આવી પહોંચ્યા છે. ત્યારે આજે સરલા ગામે મોટી સંખ્યામાં ઘુડખર (ખચ્ચર) જોવા મળ્યા હતા. આ ઘુડખરો ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુકસાન કરતાં હોય છે. અને આ પ્રાણી આરક્ષિત હોય એટલે ખેડૂતો કશું કરી શકતા નથી.
ઘુડખરોને તેની મુળ જ્ગ્યાએ વન વિભાગ દ્વારા લઈ જવાંમાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. ખેડૂતો ઘુડખરને ગામઠી ભાષામાં ખચ્ચર ગધેડાથી ઓળખતા હોય છે. અને આ ટોળાં ઉભાં પાકમાં મોટું નુક્સાન કરતાં હોય છે. ત્યારે આ ઘુડખર અભયારણ્ય પાટડી અને ધાંગધ્રા તાલુકાનાં છેવાડાના રણ વિસ્તારમાં છે. તો આને વન વિભાગમા તાત્કાલિક ધોરણે મુળી તાલુકાનાં ગામોમાં થી અભ્યારણ્યમાં લઇ જવાં જોઈએ તેમ સરલાનાં ખેડૂતો ગણપતભાઇ પટેલે જણાવ્યું હતું કે, જો આમ જ ઘુડખર અહી રહેશે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.