તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓને રાહત:કોરોનાથી છુટકારો મળતાં ધ્રાંગધ્રામાં આજથી રાબેતા મુજબ વેપાર ધંધા શરૂ, સરકારી ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
કોરોનાથી છુટકારો મળતાં ધ્રાંગધ્રામાં આજથી રાબેતા મુજબ વેપાર ધંધા શરૂ, સરકારી ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન
  • કોરોના કેસમાં ઘટાડો જોવા મળતા આજથી વેપારીઓ રાબેતા મુજબ વેપારીઓએ દુકાનો ખોલી
  • ધ્રાંગધ્રામાં સપ્તાહના ત્રણ દિવસ શહેર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો

કોરોનાની બીજી લહેરમાં દેશના અનેક રાજ્યમાં ક્યાંક લોકડાઉન તો ક્યાંક મીની લોકડાઉન કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન અને સરકાર દ્વારા મીની લોકડાઉન કરવામાં આવ્યું હતું. ત્યારે ધ્રાંગધ્રામાં આજથી રાબેતા મુજબ વેપાર ધંધા શરૂ થયાં છે.

ધ્રાંગધ્રામાં કોરોનાના કેસમાં વધારો થયો હતો તે સમયે શહેરના વિવિધ વેપારીઓના સંગઠનો સાથે વહીવટી તંત્રની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સપ્તાહમાં ચાર દિવસ સવારથી બપોર સુધી વેપારીઓને વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી અને સપ્તાહના ત્રણ દિવસ શહેર સંપૂર્ણ બંધ રાખવામાં આવે તે નિર્ણય લેવામાં આવ્યો હતો. એ નિર્ણય 31-05-2021 સુધી અમલી હતો.

હાલની સ્થિતિમાં કેસમાં ઘટાડો જોવા મળતા હવે આજથી વેપારીઓ રાબેતા મુજબ પોતાના ધંધા કરી શકે તે માટે ની છૂટ આપવામાં આવી છે, પણ સરકારી ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવે તે પણ જરૂરી છે. ત્યારે આજથી શહેરના વેપારીઓ પોતાના ધંધા કરી રહ્યા છે અને સરકારી ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને વેપારીઓ વેપાર કરી રહ્યા છે. આજથી આખો દિવસ વેપાર કરવાની છૂટ આપવામાં આવતા શહેરની બજારમાં લોકો ખરીદી કરવા આવતા થયા હતા વેપારીઓ પણ પોતાના વેપાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...