તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી:ઝાલાવાડમાં 4 સ્થળે ભૂસ્તર વિભાગના દરોડા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ડમ્પર સહીતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ડમ્પર સહીતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
 • જોરાવરનગર, લખતર, લીંબડી અને વઢવાણમાંથી 6 ડમ્પર સહિત 1.45 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા લખતર, લીંબડી, વઢવાણ અને જોરાવરનગરમાં ગેરકાયદેસર ખનીજના ખોદકામ અને વહન અંગે ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં અલગ અલગ સ્થળેથી ઓવરલોડ અને પાસ પરમીટ વગર ખનીજનું વહન કરતા 6 ડમ્પર અને ખોદકામ કરતા 1 હિટાચી મશીન સહિ કુલ રૂપિયા 1.45 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન અને વહન કરી ખનીજ માફીયાઓ દ્વારા સરકારી તીજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની ફરીયાદો ઉઠે છે ત્યારે ખાણ ખનીજ વિભાગના આશિષ પરમાર, સંજયસિંહ મસાણી, પ્રકાશ પટેલ સહીતની ટીમ દ્વારા વઢવાણ, જોરાવરનગર, લીંબડી અને લખતર પંથકમાં અલગ અલગ જગ્યાઓ પર દરોડા કરવામાં આવ્યા હતા.

જેમાં વઢવાણ ભોગાવો નદીના પટમાં ગેરકાયદેસર ખનીજનું ખોદકામ કરતું એક હિટાચી મશીન કબજે કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરતા રેતી, કપચી સહીતના ખનીજો ભરી પાસ પરમીટ વગર અને ઓવરલોડ દોડતા 6 ડમ્પરો સહીત કુલ રૂપિયા 1.45 કરોડનો મુદ્દામાલ કબજે કરી ગેરકાયદેસર ખોદકામ અને વહન કરતા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માલિકોનાં નામ
વાહન માલિક
હિટાચી મયુરસિંહ એન.મકવાણા
ડમ્પર ધીરૂભાઇ એન.ડાભી
ડમ્પર વિહાભાઇ આલ
ડમ્પર ચેતનભાઇ પટેલ
ડમ્પર વનરાજભાઇ પરમાર
ડમ્પર નારણભાઇ સી.રાઠોડ
ડમ્પર દાદુભાઇ(અક્ષર સ્ટોન)

ખનીજ ચોરી તંત્રને આજે જ દેખાણી ?
ઝાલાવાડમાં ખાણખનીજ વિભાગની ટીમ એકાદ મહિનામાં આવા બે ચાર દરોડા પાડીને પોતાની કામગીરી કાગળ ઉપર બતાવીને સંતોષ માની રહયુ છે.પાછલા બારણે ખનીજ ચોરી ચાલુ જ રહે છે.જે બાબત ચર્ચાનો વિષય બની ગઇ છે.

સમઢીયાળા ગામની નદીમાં ભૂમાફિયા દાદાગીરી કરી રેતી ચોરતા હોવાની રાવ
ચુડા તાલુકાના સમઢીયાળા ગામના ખેડૂત હરિસિંહ પઢીયારે ભોગાવા નદીમાં થતી રેતી ચોરી અટકાવવા ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.કે.જાડેજાને અરજી કરી છે. ખેડૂતે અરજીમાં જણાવ્યું હતું કે સમઢીયાળા નદીના કિનારે આવેલા ખેતરની બાજુમાં વડીયા ગામના રાજુ કોળી, અશોક રાજપુત, ડી.ડી.પરમાર રેતી ચોરી કરી રહ્યા હતા. ચોમાસામાં નદીનું પાણી ખેતરમાં ઘૂસી જવાનો ભય હોવાથી હરિસિંહ પઢીયારે ભૂમાફિયાનો રેતી નહીં ભરવા સમજાવ્યા હતા. પરંતુ ફાટીને ધુમાડે ગયેલા ત્રણેય રેતી ચોરોએ ખેડૂતને અપશબ્દો બોલી હથિયારો લઈ મારવાં દોડ્યા હતા. ખેડૂત જેમ-તેમ કરી બચીને સમઢીયાળા પહોંચી ગયો હતો. રાજકીયવગ ધરાવતા રેતી ચોરો વિરુદ્ધ પોલીસ મથકે અરજી દાખલ કરી હતી. ખેતર પાસે થતી રેતી ચોરી બંધ કરાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો